________________
૬૭૨
બાર ભિક્ષુપ્રતિમા
જો પ્રતિમા સ્વીકારનાર આચાર્ય હોય તો બીજા સાધુને આચાર્યપદે સ્થાપીને શરમ્ ઋતુમાં શુભ દ્રવ્યાદિનો યોગ થાય ત્યારે માસિકી પ્રતિમાનો સ્વીકાર કરે તથા ગચ્છમાંથી નીકળતાં પહેલાં સકળ સાધુઓને બોલાવીને ક્ષમાપના કરે. કહ્યું છે કે :
‘ત્યારબાદ અત્યંત સંવિગ્ન બનીને સબાલ-વૃદ્ધ સકલ (શ્રમણ) સંઘને નીચેની ગાથામાં કહેવાશે તે પ્રમાણે યથોચિત ખમાવે. પૂર્વે જેમની સાથે વિરોધ થયો હોય તેમને વિશેષરૂપે ખમાવે. (૧૪૧૫) પૂર્વે મેં પ્રમાદથી તમારા પ્રત્યે જે કંઈ સારું આચરણ ન કર્યું હોય તે બદલ નિઃશલ્ય અને કષાયરહિત હું તમને ખમાવું છું. (૧૪૧૬)’ (પંચવસ્તુક)
માસિકી પ્રતિમામાં નિયમો
અભિગ્રહો
=
(૧) ભોજનની દિત્ત એક જ હોય. અવિચ્છિન્નપણે (=ધાર તૂટ્યા વિના) એક વખતે પાત્રમાં જેટલું પડે તે એક દિત્ત.
(૨) પાણીની પણ એક જ ત્તિ હોય.
(૩) આ સાધુને કેટલી દત્ત છે તે જ્યાં ખબર ન પડી હોય ત્યાંથી ભિક્ષા લે.
(૪) પૂર્વોક્ત સાત એષણામાં પ્રારંભની બે એષણા સિવાય પાંચ એષણામાંથી કોઈ એક એષણાથી આહાર લે.
(૫) લેપ રહિત આહાર લે.
(૬) જે આહારને ભિખારી વગેરે યાચકો લેવાની ઇચ્છાવાળા ન હોય તે આહાર લે. (અર્થાત્ ભિખારી વગેરે જ્યારે લેવા આવતા હોય ત્યારે ન લે. તે સિવાયના કાળમાં લે જેથી તેમને અંતરાય ન થાય. (જુઓ દ.શ્રુ. અ. ૭ની ચૂર્ણિ.)
(૭) જે આહારનો માલિક એક જ હોય તે આહાર લે. (અનેકની માલિકીવાળો આહાર લેવાથી જે આપે તે સિવાયના બીજાઓને અપ્રીતિ થવાનો સંભવ છે.)
(૮) ગર્ભિણી, નાના બાળકવાળી અને બાળકને ધવડાવતી સ્ત્રીના હાથે ન વહોરે. (૯) એક પગ ઉંબરાની અંદર અને એક પગ ઉંબરાની બહાર રાખીને વહોરાવે તો લે. (૭)
(સાતમી ગાથાનો ભાવાર્થ પૂર્ણ થયો.)
૧. પ્રતિમાધારીને દ્રવ્યાદિ ચાર પ્રકારના અભિગ્રહો હોય છે. તેમાં અહીં આપેલા નંબરમાં ૬ સિવાય ૧ થી ૭ નંબર સુધી દ્રવ્યાભિગ્રહ છે. ૬ અને ૮ નંબર ભાવ અભિગ્રહ છે. ૯ નંબર ક્ષેત્ર અભિગ્રહ છે. ૧૦ નંબર કાળ અભિગ્રહ છે.