________________
બાર ભિક્ષુપ્રતિમા
૬૭૧
(૧૨) અભિગ્રહવાળી ઉપધિ લેનાર :- પોતાની બે એષણાથી જ મળેલી ઉપધિ લે. પોતાની એષણા એટલે પ્રતિમાકલ્પને યોગ્ય એષણા. પોતાની બે એષણાથી પ્રતિમા કલ્પને યોગ્ય ઉપધિ ન મળે તો તેવી ઉપધિ ન મળે ત્યાં સુધી યથાકૃત (=સાંધવું, સીવવું વગેરે પરિકર્મ ન કરવું પડે તેવી) ઉપધિ લે. તેવી ઉપધિ મળતાં યથાકૃત ઉપધિનો ત્યાગ કરે. કહ્યું છે કે ઃ
બે પ્રકારની એષણાથી સ્વકલ્પને (=પ્રતિમાકલ્પને) યોગ્ય વસ્ત્રાદિ ઉપકરણ લે, સ્વકલ્પને યોગ્ય ન મળે તો સ્વકલ્પને યોગ્ય ન મળે ત્યાં સુધી યથાકૃત લે. (૧૩૮૨) સ્વકલ્પને યોગ્ય મળી જતાં યથાકૃત ઉપકરણ આગમોક્ત વિધિ મુજબ પરઠવી દે. ઉપકરણના ત્યાગમાં નિઃસ્પૃહ હોવાથી આજ્ઞામાં રત તેને મૂળ (=વ્યથાકૃત) ઉપકરણ પણ પાછળથી મેળવેલા સ્વકલ્પને પ્રાયોગ્ય ઉપકરણ જેવું જ ગણાય. (૧૩૮૩)' (પંચવસ્તુક)
પ્રતિમાકલ્પમાં ઉપધિની ચાર એષણામાંથી અંતિમની બે એષણા હોય છે. ચાર એષણા આ પ્રમાણે છે :- (૧) સૂતર વગેરેનું બનેલું ઉદ્દિષ્ટ જ વસ્ત્ર લઈશ, (૨) પ્રેક્ષિત જ વસ્ત્ર લઈશ, (૩) પરિભુક્તપ્રાય જ ખેસ વગેરે વસ્ત્ર લઈશ, (૪) તે પણ ઉજ્જીિતધર્મ જ વસ્ત્ર લઈશ.
અર્થાત્ ઉદ્દિષ્ટા, પ્રેક્ષિતા, પરિભક્તપ્રાયા અને ઉજ્જિતધર્મા એમ ચાર પ્રકારની વસ એષણા છે. ઉદ્દિષ્ટ એટલે કહેલું. હું અમુક પ્રકારનું વસ્ત્ર લઈશ એમ ગુરુને જેવું વસ્ત્ર લેવાનું કહ્યું હોય તેવું જ વસ્ર ગૃહસ્થો પાસેથી લેવું તે ઉદ્દિષ્ટા એષણા. (૨) પ્રેક્ષિત એટલે જોયેલું. ગૃહસ્થના ઘરે વસ્ર જોઈને માગે તે પ્રેક્ષિતા એષણા. (૩) પરિભક્તપ્રાય એટલે ગૃહસ્થે લગભગ ઉપયોગ કરી લીધો હોય તેવું વસ્ત્ર. પરિભુક્તપ્રાય વજ્ર લેવું તે પરિભુક્તપ્રાયા એષણા. (૪) ઉજ્ગિતધર્મ એટલે ગૃહસ્થને પોતાના ઉપયોગમાં લેવાનું ન હોય = કોઈને આપી દેવાનું હોય કે તજી દેવાનું હોય તેવું વસ્ત્ર. ઉજ્ગિતધર્મ વસ્ત્ર લેવું તે ઉજ્ગિતધર્મા એષણા.
બૃહત્કલ્પ ગાથા ૬૦૯માં પરિભુક્તપ્રાયા એષણાના સ્થાને અંતરા એષણા કહી છે. અંતરા એટલે વચ્ચે. ગૃહસ્થ નવું વસ્ત્ર પહેરીને જુનું વસ્ત્ર મૂકી દેવાની ઇચ્છા કરે, પણ હજી મૂક્યું ન હોય, તેટલામાં વચ્ચે (=મૂકવાની ઇચ્છા અને મૂકવું એ બેની વચ્ચે) જ જુનું વસ્ત્ર માગે તે અંતરા એષણા.) (૪,૫,૬)
પરિકર્મમાં ઘડાઈ ગયેલા તે મહાત્મા ગચ્છમાંથી નીકળીને=ગચ્છને છોડીને માસિકી (=માસપ્રમાણ) મહાપ્રતિજ્ઞા રૂપ મહાપ્રતિમાનો સ્વીકાર કરે. તેમાં વિધિ આ પ્રમાણે છે :