________________
૬૭૪
બાર ભિક્ષુપ્રતિમા પેટા, અર્ધપેટા, અત્યંતરસંબૂક અને બાહ્યગંબૂકા એ ક્રમથી આઠ ગોચરભૂમિ કહી છે. અહીં શંબૂકવૃત્તાના જે બે પ્રકાર બતાવ્યા છે તે અનુક્રમે અત્યંતરસંબૂક અને બાહ્યગંબૂકા છે. ઋજવી એટલે ઉપાશ્રયના એક તરફની ગૃહશ્રેણિમાં ઉપાશ્રયથી ક્રમશઃ દરેક ઘરમાં ફરવું.)
(૧૨) જે ગામ વગેરેમાં આ પ્રતિમાધારી છે એમ લોકોને ખબર પડી જાય ત્યાં એક અહોરાત્ર જ રહે, જ્યાં તેની ખબર ન પડે ત્યાં એક કે બે અહોરાત્ર રહે. (૮)
(આઠમી ગાથાનો ભાવાર્થ પૂર્ણ થયો.)
(૧૩) સંથારો, ઉપાશ્રય આદિની યાચના, સૂત્ર-અર્થ સંબંધી શંકાની કે ઘર આદિ સંબંધી શંકાની પૃચ્છા, તૃણ, કાષ્ઠ આદિની અનુજ્ઞા, સૂત્રાદિ સંબંધી પ્રશ્નનો એક કે બે વાર ઉત્તર આ ચાર પ્રસંગે જ બોલે, તે સિવાય મૌન રહે.
(૧૪) સાધુને ત્યાગ કરવા લાયક દોષોથી રહિત ધર્મશાળા, ખુલ્લું ઘર અને કરીર વગેરે વૃક્ષની નીચે એમ ત્રણ સ્થાને રહે. (૯)
(નવમી ગાથાનો અર્થ પૂર્ણ થયો.)
(૧૫) કારણવશાતુ સૂવું પડે તો પોલાણ રહિત પૃથ્વીશિલા, કાષ્ઠની પાટ કે કાણા વગેરેથી રહિત પાથરેલા ઘાસ વગેરેનો સંથારો એ ત્રણ સંથારા ઉપર શયન કરે. કહ્યું છે કે
માસિકી પ્રતિમાપારીને સૂવા માટે પૃથ્વીશિલા, કાછશિલા અને યથાસંતૃત (કુશાદિ ઘાસનો સંથારો) એમ ત્રણ સંથારા કલ્પે.”
(૧૬) અગ્નિથી ભય ન પામે. અર્થાતુ ઉપાશ્રયમાં આગ લાગે તો પણ તેમાંથી નીકળે નહિ. કોઈ હાથ પકડીને ખેચે તો નીકળે.
(૧૭) કાઠ, કાંટો, કાંકરો વગેરે પગમાં ખેંચી ગયું હોય તો ન કાઢે. આંખમાં ધૂળ વગેરે પડે તો ન કાઢે. (૧૦)
(૧૮) સૂર્યાસ્ત થાય ત્યારે પાણીમાં કે જમીનમાં જ્યાં હોય ત્યાંથી એક પણ પગલું આગળ ન વધે, સૂર્યોદય સુધી ત્યાં જ રહે.
(૧૯) હાથ, પગ, મોટું વગેરે શરીરના અંગોને પ્રાસુક પાણીથી પણ સાફ ન કરે. વિકલ્પી સાધુઓ પુષ્ટ કારણ હોય તો હાથ વગેરે સાફ કરે, પણ પ્રતિમાકલ્પી કોઈ પણ રીતે સાફ ન કરે એવું સૂચન કરવા પ્રાસુક પાણીથી પણ એમ “પિ = પણ” શબ્દનો પ્રયોગ કર્યો છે. (૧૧).
(૨૦) દુષ્ટ અશ્વ, હાથી, સિંહ, વાઘ વગેરે આવે તો મરણભયથી એક પગલું પણ ખસે