________________
તેર ક્રિયાસ્થાનો
૬૨૯ વહોરાવ્યું હોય તે શ્રાવકે ન વાપરવું જોઈએ. જો સાધુ ન હોય તો ગોચરીના સમય વખતે દિશાઓનું અવલોકન કરવું અને વિચારવું કે “જો સાધુ ભગવંતો હોત તો મારો વિસ્તાર થાત.” એ પ્રમાણે સામાચારી જાણવી. (૩૨૫-૩૨૬)'
ક્રિયા એટલે કર્મબંધમાં કારણભૂત એવી પ્રવૃત્તિ. સ્થાન એટલે પ્રકાર. કર્મબંધમાં કારણભૂત એવી પ્રવૃત્તિઓના પ્રકારો તે ક્રિયાસ્થાનો. ક્રિયાસ્થાનો તેર છે. તે આ પ્રમાણે - ૧ અર્થક્રિયા, ૨ અનર્થક્રિયા, ૩ હિંસાક્રિયા, ૪ આકસ્મિકીક્રિયા, ૫ દષ્ટિક ક્રિયા, ૬ મૃષાક્રિયા, ૭ અદત્તક્રિયા, ૮ અધ્યાત્મક્રિયા, ૯ માનક્રિયા, ૧૦ અમિત્રક્રિયા, ૧૧ માયાક્રિયા, ૧૨ લોભક્રિયા અને ૧૩ ઈર્યાપથિકીક્રિયા. પ્રવચનસારોદ્ધારમાં અને તેની ટીકામાં કહ્યું છે –
ગાથાર્થ - ૧. અર્થક્રિયા, ૨. અનWક્રિયા, ૩. હિંસાક્રિયા, ૪. અકસ્માક્રિયા, ૫. દૃષ્ટિવિપર્યાસક્રિયા, ૬. મૃષાક્રિયા, ૭. અદત્તાદાનક્રિયા, ૮. અધ્યાત્મક્રિયા, ૯. માનક્રિયા, ૧૦. અમિત્રક્રિયા, ૧૧. માયાક્રિયા, ૧૨. લોભક્રિયા, ૧૩. ઇર્યાપથિકીક્રિયા. આ તેર ક્રિયાસ્થાનો છે. (૮૧૮)
ટીકાર્ય - કર્મબંધના કારણરૂપ ચેષ્ટા તે ક્રિયા. તેના સ્થાનો એટલે ભેદો, તે ક્રિયાસ્થાન કહેવાય છે. તે તેર (૧૩) પ્રકારે છે.
૧. પોતાના કે બીજાના પ્રયોજન માટે જે ક્રિયા કરાય તે અર્થક્રિયા. ૨. પોતાના કે બીજાના પ્રયોજન વગર જે ક્રિયા કરાય તે અનર્થક્રિયા. ૩. હિંસા માટે જે ક્રિયા તે હિંસાક્રિયા. ૪. અકસ્માતક્રિયા એટલે અનભિસંધિ એટલે ઉપયોગ વગર જે ક્રિયા થાય છે. ૫. દૃષ્ટિ એટલે દૃષ્ટિવિપર્યાસક્રિયા. ૬. મૃષાક્રિયા. ૭. અદત્તાદાનક્રિયા. ૮. અધ્યાત્મક્રિયા. ૯. માનક્રિયા. ૧૦. અમિત્રક્રિયા. ૧૧. માયાક્રિયા. ૧૨. લોભક્રિયા. ૧૩. ઈર્યાપથિકીક્રિયા-એમ તેર ક્રિયાસ્થાનો છે. (૮૧૮)