________________
૬૪૨
બાર ઉપયોગો “મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન જ્યારે મિથ્યાત્વથી કલુષિત થાય છે ત્યારે તે જ અનુક્રમે મત્યજ્ઞાન, શ્રુતાજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન કહેવાય છે. કહ્યું છે કે, પહેલા ત્રણ જ્ઞાન મિથ્યાત્વથી સંયુક્ત થવા પર અજ્ઞાન પણ થાય છે.” જે જ્ઞાનમાં ભંગ એટલે જાણવાનો પ્રકાર વિપરીત હોય તે વિભંગજ્ઞાન...તેમાં આંખ વડે એટલે ચક્ષુરિન્દ્રિય વડે જોવું એટલે રૂપને સામાન્યથી ગ્રહણ કરવું તે ચક્ષુદર્શન. તે અનાકારોપયોગ છે. આંખ સિવાયની બાકીની ચાર ઇન્દ્રિયો અને મન વડે પોતપોતાના વિષયને સામાન્યથી ગ્રહણ કરવું તે અચક્ષુદર્શન. પછી “અનાકારોપયોગ' શબ્દ સાથે વિશેષણ સમાસ થાય છે. એમ આગળ પણ જાણવું. અવધિ એટલે અમુક મર્યાદા સુધીમાં રહેલા પદાર્થોને સામાન્યથી ગ્રહણ કરવા તે અવધિદર્શન. સર્વ જગતની બધી વસ્તુઓને સામાન્યથી જાણવી તે કેવળદર્શન.” (૨૯મું પદ)
ગુરુ બાર ઉપયોગોને સારી રીતે જાણે છે.
પાપને છે તે પ્રાયશ્ચિત્ત. આ શબ્દ પૃષોદરાદિસમાસમાં આવતો હોવાથી આ રીતે ફેરફાર થયો છે. ઘણુંખરું જે ચિત્તને વિશુદ્ધ કરે તે પ્રાયશ્ચિત્ત. પંચાશકપ્રકરણના સોળમા પંચાશકમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે –
પ્રાયશ્ચિત્ત શબ્દનો નિરુક્તિથી (પદભેદથી) થતો અર્થ :પાપને છેદે તે પાપચ્છિદ્ર, પ્રાકૃતના કારણે પાપછિદ્ શબ્દનું પાયચ્છિત્ત રૂપ બને છે. અથવા પ્રાયઃ ચિત્તને-મનને નિર્મલ કરે તે પ્રાયશ્ચિત્ત. (૩)
પ્રાયશ્ચિત્તના દસ પ્રકાર છે. તે આ પ્રમાણે – ૧ આલોચન, ૨ પ્રતિક્રમણ, ૩ આલોચન અને પ્રતિક્રમણ, ૪ વિવેક, ૫ કાઉસ્સગ્ગ, ૬ તપ, ૭ છેદ, ૮ મૂળ, ૯ અનવસ્થાપ્ય અને ૧૦ પારાચિક. પંચાશકપ્રકરણના સોળમા પંચાશકમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે –
પ્રાયશ્ચિત્તના દશ પ્રકાર કહે છે –
ગાથાર્થ - પ્રાયશ્ચિત્તના આલોચના, પ્રતિક્રમણ, મિશ્ર, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, મૂલ, અનવસ્થાપ્ય અને પારાચિક એમ દશ પ્રકાર છે. (૨)
ટીકાર્ચ - આલોચના -ગુરુને સ્વદોષો વિધિપૂર્વક કહેવા.
પ્રતિક્રમણ - પ્રતિ એટલે વિરુદ્ધ, ક્રમણ એટલે જવું, દોષોની વિરુદ્ધ જવું તે પ્રતિક્રમણ. દોષોથી પાછા ફરીને ગુણોમાં જવું, અર્થાત “મિચ્છામિ દુક્કડ” આપવું, તે પ્રતિક્રમણ છે.
મિશ્ર - આલોચના અને પ્રતિક્રમણ એ બંને કરવાં.