________________
ચૌદ પ્રકારના ઉપકરણો
૬૪૫
કોઈક અતિચાર કાઉસ્સગ્ગથી પણ શુદ્ધ થાય છે. પૃથ્વી વગેરેના સંઘટ્ટા વગેરેથી થયેલો કોઈક અતિચાર નીવિથી છ મહિના સુધીના તપથી શુદ્ધ થાય છે. તપથી પણ જેની શુદ્ધિ ન થાય એવા વધુ મોટા અતિચારને વિશેષ પ્રકારના છેદો શુદ્ધ કરે છે. (૧૪૨૭)
આ પ્રમાણે સાત પ્રકારના ભાવવ્રણની ચિકિત્સા બતાવી. મૂળ વગેરે પ્રાયશ્ચિત્તો તો વિષયોના નિરૂપણ વડે પોતાના સ્થાનમાંથી જાણી લેવા, અહીં કહેવાતા નથી.’
ગુરુ દશ પ્રકારના પ્રાયશ્ચિત્તને આપવામાં ચતુર બુદ્ધિવાળા હોય છે.
જેના વડે સાધુ ઉપર ઉપકાર કરાય તે ઉપકરણ. ઉપકરણ એટલે ઉપધિ. સ્થવિરકલ્પિક સાધુના ઉપકરણો ચૌદ પ્રકારના છે. તે આ પ્રમાણે - ૧ મુહપત્તિ, ૨ રજોહરણ, ૩-૪-૫ ત્રણ કપડા, ૬ માત્રક, ૭ ચોલપટ્ટો, ૮ પાડ્યું, ૯ પાત્રબંધન (ઝોળી), ૧૦ પાત્રસ્થાપન (પાત્રાસન), ૧૧ પાત્રકેસરિકા (ચરવળી) ૧૨ પડલા, ૧૩ રજસ્ત્રાણ અને ૧૪ ગુચ્છો. પંચવસ્તુકમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે –
‘પાત્ર, પાત્રબંધન, પાત્રસ્થાપન, પાત્રકેસરિકા, પડલા, રજસ્ત્રાણ અને ગુચ્છા એ પાત્રનિયેંગ (પાત્રા સંબંધી ઉપધિ) છે. એમનું સ્વરૂપ પ્રમાણ અધિકારમાં કહીશું. એ પ્રમાણે ગાથાર્થ છે (૭૭૨)
ત્રણ કપડા, રજોહરણ અને મુહપત્તિ. આ બાર પ્રકારની ઉપધિ જિનકલ્પિકોને હોય છે. એ પ્રમાણે ગાથાર્થ છે. (૭૭૩)
સ્થવિરકલ્પિકોને આશ્રયીને કહે છે - માત્રક અને ચોલપટ્ટાથી યુક્ત એવી આ પૂર્વે કહેલી બાર પ્રકારની ઉપધિ એ સ્થવિરકલ્પસંબંધી ચૌદ પ્રકારની ઉપધિ છે. એ પ્રમાણે ગાથાર્થ છે. (૭૭૯)'
ગુરુ આ ચૌદ ઉપકરણોને ધારણ કરે છે.
આમ છત્રીસ ગુણોરૂપી રત્નોના સમુદ્ર સમાન ગુરુ જિનશાસનની પ્રભાવના કરો.
(૧૬)
આમ પંદરમી છત્રીસી પૂર્ણ થઈ.