________________
દસ પ્રકારના પ્રાયશ્ચિત્તો
૬૪૩ વિવેક - દોષિત ભોજનાદિનો ત્યાગ. વ્યુત્સર્ગ - કાયોત્સર્ગ કરવો. તપ:- કર્મને બાળે તે નીવિ વગેરે તપ છે.
છેદ - તપથી અપરાધશુદ્ધિ ન થઈ શકે તેવા સાધુના દીક્ષા પર્યાયનો ““અહોરાત્ર પંચકર્મ આદિ ક્રમથી છેદ કરવો.
મૂલ:- મૂળથી (બધા) દીક્ષાપર્યાયને છેદીને ફરીથી મહાવ્રતો આપવાં.
અનવસ્થાપ્ય:- અધિક દુષ્ટ પરિણામવાળો સાધુ પ્રાયશ્ચિત્ત તરીકે આપેલો તપ પૂરો ન કરે ત્યાં સુધી તેને વ્રતો ન આપવાં.
પારાંચિકઃ પ્રાયશ્ચિત્તોના કે અપરાધોના પારને-અંતને પામે, અર્થાત્ જેનાથી અધિક કોઈ પ્રાયશ્ચિત્ત કે અપરાધ નથી, તે પારાંચિક.
મૂળ ગાથામાં માતાયન વગેરે બધા પદો પ્રથમ વિભક્તિમાં એકવચનાત છે. અનુસ્વારનો અભાવ તથા પદાંતે “એ” વગેરે પ્રાકૃતના કારણે છે. (૨)
(સટીક પંચાશકના આ. શ્રીરાજશેખરસૂરિજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર)
આવશ્યકનિયુક્તિમાં અને તેની વૃત્તિમાં અતિચારનું ભાવજખમપણું અને પ્રાયશ્ચિત્તનું ભાવઔષધપણું આ રીતે બતાવાયું છે –
આમ પ્રાયશ્ચિત્તનું ઔષધ કહ્યું. હવે વ્રણ (ઘા)નું પ્રતિપાદન કરાય છે. ત્રણ બે પ્રકારનો છે - દ્રવ્યવ્રણ અને ભાવવ્રણ. દ્રવ્યવ્રણ શરીરના ઘા રૂપ છે. એ પણ બે પ્રકારનો જ છે. તે જ કહે છે –
જે એકઠું કરાય તે કાય. કાય એટલે શરીર. શરીરમાં ઘા રૂપ વ્રણ બે પ્રકારનો છે. તે બે પ્રકાર બતાવે છે – શરીરમાંથી ઉત્પન્ન થયેલ ત્રણ તે ગુમડુ વગેરે તદુભવ ત્રણ અને કાંટા વગેરેથી થયેલ આગંતુક વ્રણ જાણવો. તેમાં આગંતુક વ્રણનો શલ્યોદ્ધાર કરાય છે, તદુભવ વણનો નહીં. (૧૪૧૯)
જેનું જે શલ્ય જે રીતે કઢાય છે અને પાછળનું પરિકર્મ કરાય છે તે દ્રવ્યવ્રણમાં જ કહેવા માટે કહે છે –
નાનું, તીક્ષ્ણ મોઢા વિનાનું, લોહી વિનાનું, માત્ર ચામડીમાં લાગેલું શલ્ય કાઢીને ફેંકી દેવાય છે. શલ્ય અલ્પ હોવાથી ઘાનું મર્દન કરાતું નથી. (૧૪૨૦)