________________
તેર ક્રિયાસ્થાનો ૧. અર્થક્રિયા ઃ ૧. ત્રસ કે સ્થાવર જીવો પર પોતાના કે બીજાના કાર્ય માટે એટલે પ્રયોજનથી જે દંડ એટલે હિંસા કરાય (કરે) તેને અર્થદંડ કહ્યો છે.
083
બેઇન્દ્રિય વગેરે ત્રસ જીવો, પૃથ્વી વગેરે સ્થાવરો અને ભૂત એટલે પ્રાણીઓ પર જે કંઈ દંડ કરાય અર્થાત્ જેના વડે પોતે અથવા બીજા પ્રાણી દંડાય તે દંડનો અર્થ હિંસા. તે હિંસા પોતાના શરીર વગેરે માટે કે બીજાના એટલે ભાઈ વગેરેના કાર્ય માટે કરે તે અર્થદંડ કહેવાય, ક્રિયા અને ક્રિયાવાનના અભેદ ઉપચારથી. અર્થદંડને અર્થક્રિયા તીર્થંકર ભગવંતો કહે છે. (૮૧૯)
૨. અનર્થક્રિયા : જે સરટાદિ એટલે કાચિંડા, ઉંદર વગેરે ત્રસકાયને તથા વનલતા વગેરે સ્થાવરકાયને પ્રયોજન વગર મારીને, કાપીને જે છોડી (ફેંકી) દે તે ધર્મ અને ધર્મીના અભેદ ઉપચારથી અનર્થક્રિયા કહેવાય. (૮૨૦)
૩. હિંસાક્રિયા : આ સાપ વગેરે વૈરી અમારી હિંસા કરે છે, હિંસા કરી હતી, હિંસા ક૨શે, એવી ધારણાપૂર્વક સાપ વગેરે અથવા શત્રુને જે દંડ કરે એટલે વધ કરે, તે હિંસાદંડ કહેવાય. આ ક્રિયા પણ ધર્મ અને ધર્મીના અભેદ ઉપચારથી કહી છે. (૮૨૧)
૪. અકસ્માત્ક્રિયા : બીજા હરણ, પક્ષી, સરીસૃપ એટલે સાપ વગેરેને મારવા માટે બાણ, પથ્થર વગેરે ફેંકે અને તેના વડે તે પ્રાણી હણાવાના બદલે બીજું પ્રાણી કે વ્યક્તિ હણાય, તે અકસ્માત્ ક્રિયા. અનભિસંધિ એટલે ઉપયોગ વગર સહસાત્કારથી બીજાને હણવા માટેની પ્રવૃત્તિ વડે એના સિવાય બીજાનો વિનાશ થાય તે અકસ્માદંડ.
જે કાપવાની બુદ્ધિથી ઘાસ વગેરેને જોતો બીજા ચોખા (ડાંગર) વગેરે ધાન્યને પણ અનાભોગથી કાપી નાંખે તે અકસ્માદંડ. જેમકે ડાંગર વગેરે બીજા પાકની વચ્ચે રહેલા ઘાસ વગેરેને કાપવા તૈયાર થયેલ અનાભોગથી બીજા ડાંગર વગેરે ધાન્યને કાપી નાંખે તે અકસ્માદંડ. (૮૨૨)
૫. દૃષ્ટિવિપર્યાસક્રિયા : દૃષ્ટિ એટલે બુદ્ધિ, તેનો વિપર્યાસ એટલે વિપરીતપણું એટલે મતિવિભ્રમ તે દૃષ્ટિવિપર્યાસ. તેનાથી આ પ્રમાણે દંડ થાય છે. જે મિત્રને પણ દુશ્મન છે એવી બુદ્ધિપૂર્વક માની વધ કરે તે દૃષ્ટિવિપર્યાસદંડ અથવા ગામ વગેરની હિંસા કરે, તે આ પ્રમાણે-ગામમાં રહેલા કોઈકે કોઈનો કોઈ અપરાધ કર્યો હોવાથી સંપૂર્ણ ગામની જે હિંસા કરે તે દૃષ્ટિવિપર્યાસદંડ, અથવા અચોરને આ ચોર છે એમ માની વધ કરે તે દૃષ્ટિવિપર્યાસદંડ. એ પાંચમું ક્રિયાસ્થાન છે. (૮૨૩-૮૨૪)
૬. મૃષાક્રિયા : પોતાના માટે કે બીજા નાયક વગેરે પર માટે જે મૃષા એટલે જૂઠ્ઠું બોલે તે