________________
શ્રાવકના બાર વ્રતો
૬૨૫ સાધુની પથુપાસના કરું ત્યાં સુધી.” આ પ્રમાણે કરી પછી ઇરિયાવહિ પ્રતિક્રમ. આલોચના કરીને આચાર્ય વગેરે યથાયોગ્ય રત્નાધિકને વંદન કરે. પછી ફરી ગુરુને વંદન કરી, બેસવાની જગ્યા પૂંજીને બેસે અને ગુરુમહારાજને પ્રશ્નો પૂછે અથવા ભણે. જિનમંદિરમાં સામાયિક કરે તો પણ આ વિધિ સમજવો. પૌષધશાળામાં કે ઘરમાં સામાયિક કરે તો બીજે જવાનું ન હોય. (આવો ઘરથી જવા વગેરેનો વિધિ પણ ન હોય.)
ધનાઢ્યશ્રાવક સર્વ ઋદ્ધિ સાથે ગુરુ પાસે સામાયિક કરવા જાય. કારણકે તેથી લોકોને તેના ધર્મ પ્રત્યે આદર થાય કે “આ ધર્મ કેવો ઉત્તમ છે કે આવા ઋદ્ધિમાન તેને આરાધે છે. જો ઘરથી જ સામાયિક લઈને જાય તો હાથી, ઘોડા વગેરે અધિકરણ બને, આથી આડંબરપૂર્વક જઈ ન શકાય. તથા પગે ચાલીને જવું પડે. તેથી ધનાઢ્ય શ્રાવક ઘરેથી સામાયિક લીધા વગર જ જાય આ રીતે આડંબરથી સામાયિક લેવા આવનાર જો શ્રાવક હોય તો કોઈ સાધુ ઊભા થઈને તેનો આદર ન કરે પણ જો યથાભદ્રક (રાજા વગેરે) હોય તો તેનો સત્કાર થાય એ માટે પહેલેથી આસન ગોઠવી રાખે અને આચાર્ય મહારાજ એના આવ્યા પહેલા ઊભા થઈ જાય. જો આવે ત્યારે ઊભા થાય તો ગૃહસ્થોનો આદર કરવાથી દોષ લાગે, અને જો ઊભા ન થાય તો તેને ખોટું લાગે. આ દોષ ન લાગે એટલા માટે તે આવે એ પહેલા જ આસન ગોઠવી રાખે અને આચાર્ય મહારાજ ઊભા થઈ જાય. પછી તે ધનાઢચ શ્રાવક આ વિધિ પ્રમાણે સામાયિક કરે – “હે ભગવંત ! હું સામાયિક કરું છું. સાવદ્યયોગનું પચ્ચખાણ કરું છું. વિધ, ત્રિવિધપૂર્વક યાવત્ નિયમ સુધી પર્યાપાસના કરું છું.” એ પ્રમાણે સામાયિક કરીને પછી ઇરિયાવહિયા કરીને પૂર્વની જેમ (સામાન્ય શ્રાવક સંબંધી સામાયિકવિધિમાં કહ્યું તેમ) વંદનવિધિ કરીને ગુરુને પ્રશ્ન પૂછે કે પાઠ કરે. તે સામાયિક કરતા મુગટ, કુંડલ, વીંટી, ફૂલ, તંબોલ, વસ્ત્ર વગેરનો ત્યાગ કરે. આ સામાયિકનો વિધિ છે. (૨૯૨)
પહેલું શિક્ષાપદ અતિચાર સાથે કહ્યું. હવે બીજું શિક્ષાપદ કહે છે –
આગળ જેનું સ્વરૂપ કહ્યું છે તે દિવ્રતને વિષે સેંકડો યોજનાનું માપ લાંબા વખતનું જે ગ્રહણ કર્યું હતું તેનું અહીં લોકમાં દરરોજ, દરેક પ્રહરે, દરેક ઘડીએ જે જવા આવવા વિષયક પ્રમાણ ગ્રહણ કરવું કે “આટલા પ્રમાણથી વધારે મારે જવું નહીં.” એવા પ્રકારનું બીજું શિક્ષાપદ શાસ્ત્રમાં કહ્યું છે. (૩૧૮)
દેશાવકાશિક એટલે દિ૫રિમાણવ્રતના એક દેશરૂપ ગમન વગેરે ક્રિયાના સ્થાનરૂપ દેશાવકાશ વડે બનેલું જે વ્રત તે દેશાવકાશિક. આ વ્રત સર્પના ઝેરના દષ્ટાંત જેવું છે. જેમ કોઈ સાપની આંખમાં ૧૨ યોજનનું પ્રથમ ઝેર હોય વિદ્યાવાદી (ગાડી) વડે સંહરણ કરાતા તે ૧ યોજનમાં આવે. એ પ્રમાણે શ્રાવક દિવ્રતગ્રહણ કરવા વડે ઘણો ત્યાગ કરે. પછી દેશાવકાશિક વડે તેમાંથી પણ ઓછું કરે. જેમ ૧ યોજનના ઝેરને એક આંગળીમાં સ્થાપન