________________
શ્રાવકના બાર વ્રતો
૬૨૩
જેમણે કર્મોનું વિદારણ કર્યું છે તથા જે તપ વડે શોભે છે અને તપ અને વીર્યથી યુક્ત છે તે વીર કહેવાય છે. (૨૮૦)
હવે બીજું ગુણવ્રત કહે છે -
ઉપભોગ અને પરિભોગના વિષયમાં જે પ્રમાણ કરાય તે જ બીજું ગુણવ્રત છે એમ જાણવું. જે અશન વગેરે એકવાર ભોગવાય તે ઉપભોગ. ઉપશબ્દનો અર્થ એકવાર એવો થાય છે. જે વસ્ત્ર વગેરે વારંવાર ભોગવાય તે પરિભોગ. પરિશબ્દનો વારંવાર અર્થ થાય છે. આ વ્રત આમ તો ભાવથી આત્મક્રિયારૂપ હોવા છતાં પણ પદાર્થોની અંદર વિષય અને વિષયીનો અભેદ માની વિષય જે પદાર્થ છે તેની અંદર ઉપચાર કરાયો છે. જે આંતરિક રીતે ભોગવાય તે ઉપભોગ કેમકે ઉપશબ્દનો અંતર્વાચી અર્થ છે. બાહ્ય રીતે ભોગવાય તે પરિભોગ કેમકે પરિશબ્દ બાહ્યવાચી છે. ‘મારે આટલી વસ્તુઓનો ઉપભોગ કે પિરભોગ ક૨વો, આનાથી વધુ નહીં.' એવું જે પ્રમાણ કરવું તે ઉપભોગ-પરિભોગ પરિમાણ કહેવાય. આ ગુણવ્રત સ્વીકારવાથી ઉપભોગ-પરિભોગ વિષયક જે દોષો અનિયમિતપણે લાગતા હતા તે દોષો લાગતા નથી, કેમકે તે દોષોની વિરતિ કરી હોવાથી આ લાભ થાય છે. (૨૮૪)
હવે ત્રીજું ગુણવ્રત કહે છે -
આલોકમાં નિષ્પ્રયોજન જીવોનું મર્દન તથા નિગ્રહ કરવારૂપ અનર્થદંડ છે. તેની જે વિરતિ કરવી તે ત્રીજું ગુણવ્રત છે. તે અનર્થદંડ ચાર પ્રકારનું છે -
(૧) અપધ્યાન ઃ- દુર્ધ્યાન કરવા વડે. અહીં દેવદત્ત શ્રાવકનું અને કોંકણ દેશના સાધુ વગેરેનું દૃષ્ટાંત જાણવું.
(૨) પ્રમાદાચરણ :- દારૂ વગેરે પ્રમાદના આચરણ કરવાથી અનર્થદંડ. આનું અનર્થદંડપણું પોતાની બુદ્ધિ વડે પહેલાં કહેવાયેલા શબ્દાર્થ મુજબ જાણી લેવું.
(૩) હિંસાપ્રદાન :- હિંસાના કારણરૂપ શસ્ત્ર, અગ્નિ, ઝેર વગેરે પણ હિંસા કહેવાય. ક્રોધ યુક્ત અથવા ક્રોધ વગર તે સાધનો બીજાને આપવાં તે હિંસા પ્રદાન કહેવાય. કારણમાં કાર્યનો ઉપચાર થતો હોવાથી હિંસાના કારણોને પણ હિંસા કહી.
(૪) પાપોપદેશ :- સૂચનાત્ સૂત્રમ્ એ ન્યાયથી પાપકર્મનો જે ઉપદેશ કરવો. ખેતી વગેરે પાપકર્મોમાં પ્રેરણા કરવી કે ઉપદેશ આપવો કે ‘તમે ખેતી વગેરે કરો.’ (૨૮૯)
અતિચાર સહિત ત્રીજુ ગુણવ્રત કહ્યું. ગુણવ્રતો પછી શિક્ષાપદવ્રતો કહે છે. તે ચાર છે - સામાયિક, દેશાવકાશિક, પૌષધોપવાસ અને અતિથિસંવિભાગ. તેમાં પહેલું શિક્ષાવ્રત