________________
૬૨૪
કહે છે.
શ્રાવકના બાર વ્રતો
પરમપદરૂપ જે મોક્ષ તેને પ્રાપ્ત કરાવનારી જે ક્રિયા તે શિક્ષા. તેનું જે પદ તે શિક્ષાપદ. સૂત્રક્રમાનુસાર પહેલું સામાયિક જ શિક્ષાપદ છે. સમ એટલે જે રાગદ્વેષથી રહિતપણે સર્વજીવોને પોતાના આત્માની સમાન જોવા રૂપ જે સમ તેનો આય એટલે લાભ, તે સામાયિક સામાયિકના પર્યાયવાચી શબ્દો કહે છે. સમનો જે લાભ તે સમાય. સમ વ્યક્તિ દરેક ક્ષણે નિરુપમ સુખના કારણરૂપ ચિંતામણી અને કલ્પવૃક્ષ સમાન એવા જ્ઞાન, દર્શન ચારિત્રના પર્યાયો સાથે જોડાય છે. તે સમાય જ જે ક્રિયાનુષ્ઠાનનું પ્રયોજન છે તે સામાયિક. સમાયમાં થયેલું તે સામાયિક. એ પ્રમાણે શબ્દાર્થ થયો. સામાયિકનું સ્વરૂપ કહે છે. તે સામાયિક બે પ્રકારનું છે. સાવદ્ય યોગોના વર્જનરૂપ અને નિરવઘ યોગોના આસેવનરૂપ. અવઘ એટલે નિંદિત પાપ. તેની સાથે જે હોય તે સાવઘ. તે સાવદ્ય વ્યાપારોના ત્યાગરૂપ સામાયિક જાણવું. તે પણ કાળની મર્યાદાપૂર્વક છે. તે સામાયિક ફક્ત સાવઘ યોગના ત્યાગવાળું છે અને નિરવઘ યોગના આસેવનથી રહિત છે એવું નથી, માટે જ કહ્યું કે નિરવદ્ય યોગના આસેવનપૂર્વકનું છે. ‘તેથી સામાયિક સાવઘયોગોના ત્યાગરૂપ અને નિરવદ્ય યોગોના આસેવન રૂપ છે, માટે તેમાં હમેશાં પ્રયત્ન કરવો જોઈએ.' એવું બતાવવા માટે આમ કહ્યું.
અહીં સામાચારી બતાવે છે : શ્રાવકે સામાયિક કેવી રીતે કરવું જોઈએ ? અહીં શ્રાવક બે પ્રકારના છે. ધનાઢ્ય અને અલ્પધનવાળા. જે અલ્પધનવાળો છે તે જિનમંદિરમાં, સાધુ પાસે, ઘરે અથવા પૌષધશાળામાં જ્યાં વિશ્રામ લઈ બેસતો હોય કે આરામ કરતો હોય તે બધી જગ્યાએ સામાયિક કરે. પણ મુખ્યતયા જિનમંદિર, સાધુ પાસે, પૌષધશાળા અને ઘર આ ચાર સ્થાનોમાં તો અવશ્ય સામાયિક કરે. તેમાં જો સાધુ પાસે કરે તો ત્યાં કઈ વિધિ છે ? જો શત્રુ વગેરેથી ભય ન હોય, જો કોઈની સાથે ઝઘડો ન થયો હોય, જો કોઈનું દેવું ધારણ ન કર્યું હોય કે જેથી લેણદાર વડે ખેંચાખેંચી કરવા વડે ચિત્તમાં સંક્લેશ ન થાય, દેવાદાર હોય પણ લેણદાર સામાયિકનો ભંગ ન થાય એટલા માટે પકડે તેવો ન હોય, જો વેપાર ન કરતો હોય, તો ઘરે જ સામાયિક કરી, પાંચ સમિતિથી સમિત, ત્રણ ગુપ્તિથી ગુપ્ત, ઇર્યાસમિતિમાં ઉપયોગવાળો, સાધુની જેમ ભાષા વડે સાવઘનો ત્યાગ કરતો, એષણામાં કાષ્ઠઢેકું વગેરેની જરૂર પડે તો પૂંજીને અને યાચીને લેતો, એ પ્રમાણે વસ્તુ લેવા - મૂકવામાં જોઈને પૂંજતો, શ્લેષ્મ નાકનો મેલ, કફ વગેરે જ્યાં ત્યાં ન નાખે પરંતુ પડિલેહેલી, પ્રમાર્જેલી ભૂમિમાં પરઠવે. જ્યાં ઊભો રહે ત્યાં પણ ત્રણ ગુપ્તિનું પાલન કરે.
આ વિધિપૂર્વક ઉપાશ્રયે જાય. પછી ત્રિવિધે સાધુને નમીને પછી સામાયિક કરે. ‘હે ભગવંત ! હું સામાયિક કરું છું. સાવદ્યયોગનું પચ્ચક્ખાણ કરું છું. વિધે, ત્રિવિધે. યાવત્