________________
૬૨૨
શ્રાવકના બાર વ્રતો પણ નહીં. આ ચોથું અણુવ્રત છે. પરસ્ત્રીગમનત્યાગ બે પ્રકારે છે – (૧) ઔદારિક સ્ત્રી વગેરે અને (૨) વૈક્રિય વિદ્યાધરી વગેરેના ત્યાગ પૂર્વકનું છે. (૨૭૦)
આ પરસ્ત્રીસેવન પાપને જિનેશ્વરોએ સંસારવૃક્ષના બીજરૂપે જે રાગ વગેરે છે તેના કારણરૂપ કહ્યું છે. માટે ૧૦૮મી ગાથામાં કહેલી વિધિ પ્રમાણે તે પાપનો ત્યાગ કરવો. (ર૭૧)
ચોથુ અણુવ્રત કહ્યું, હવે પાંચમું અણુવ્રત કહે છે -
દ્વિપદ વગેરે સચિત્ત અને સોનું વગેરે અચિત્ત વસ્તુઓમાં ઇચ્છાનું માપ કરવું. તે આ પ્રમાણે “આટલાથી વધારે ગ્રહણ ન કરવું તે પાંચમું અણુવ્રત સંક્ષેપથી અનંતજ્ઞાની તીર્થકરોએ કહ્યું છે. (૨૭૫)
ઇચ્છાપરિમાણવ્રત ખેતર, ઘર, ચાંદી વગેરે ભેદોવાળું છે તેમાં ખેતર ૩ પ્રકારના છે – સેતુ, કેતુ, સેતુકેતુઉભય. ઘર પણ ૩ પ્રકારના છે. ભોંયરાવાળું, માળવાળું અને ઉભયવાળું. હિરણ્ય વગેરે એટલે ઘડ્યા વગરનું સોનું-ચાંદી. આદિ શબ્દ વડે ધન-ધાન્ય વગેરે ગ્રહણ કરવું. આ અચિત્ત પરિગ્રહ થયો. દ્વિપદ દાસ-દાસી વગેરે, ચતુષ્પદ હાથી વગેરે, અપદ ઝાડ વગેરે સચિત્ત પરિગ્રહ છે. આ બંને પ્રકારના પરિગ્રહનો પ્રવચનમાં કહેલી વિધિ પ્રમાણે તથા ૧૦૮મી ગાથામાં કહ્યા પ્રમાણે ત્યાગ કરવો. (૨૭૬).
અણુવ્રતો કહ્યા. હવે એજ અણુવ્રતોના પાલન માટે ભાવના રૂપ જે ત્રણ ગુણવ્રતો છે, તે કહે છે. તે આ પ્રમાણે-દિવ્રત, ઉપભોગ પરિભોગ પરિમાણ વ્રત અને અનર્થદંડ વિરમણવ્રત.
પહેલા ગુણવ્રતનું સ્વરૂપ કહે છે -
દિશાઓ શાસ્ત્રમાં અનેક પ્રકારે વર્ણવી છે. તેમાં સૂર્ય જે દિશામાં ઊગે તે પૂર્વદિશા અને બીજી દક્ષિણ વગેરે પૂર્વ દિશાના ક્રમાનુસારે જાણી લેવી. ઊંચે દિશામાં જવાનું જે પ્રમાણ તે ઊર્ધ્વદિપરિમાણ વ્રત છે. આટલા પ્રમાણમાં મારે ઊંચે પર્વત વગેરે પર જવું, એનાથી વધારે ન જવું એ પ્રમાણે છે. અધોરિપરિમાણવ્રત આટલા પ્રમાણમાં ઈન્દ્રકુવા વગેરેમાં નીચે સુધી જવું, પછી આગળ ન જવું, એ પ્રમાણે છે. તીરછુ દિ૫રિમાણ કરવું તે તિર્યદિપરિમાણ વ્રત. આટલા પ્રમાણમાં મારે પૂર્વ દિશા કે દક્ષિણ દિશા વગેરેમાં જવું એ પ્રમાણે દરેક દિશામાં જે માપ નક્કી કરવું તે સિદ્ધાંતમાં સૂત્રક્રમાનુસારે પહેલા ગુણ માટેનું વ્રત તે પહેલું ગુણવ્રત છે. આની અંદર જેટલા પ્રમાણનું ક્ષેત્ર રાખ્યું હોય તેનાથી બહારના ક્ષેત્રમાં જે સ્થાવર કે ત્રણ પ્રાણીઓની જે વિરાધના થાય તેનો દંડત્યાગ કરવારૂપ ગુણ થાય છે. એ પ્રમાણે શ્રાવકધર્મના વિષયમાં પ્રથમ ગુણવ્રત ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીએ કહ્યું છે.