________________
૬૨૧
શ્રાવકના બાર વ્રતો જેની જમીન ન હોય છતાં તેની કહેવી તે જમીન સંબંધી જૂઠ.
(૪) ન્યાસાપહાર - જે થાપણ તે સ્થાપન. જે રૂપિયા વગેરે મૂકેલા હોય તેનું ઉચાપત કરવું તે ન્યાસાપહાર.
પ્રશ્નઃ ન્યાસાપહાર અદત્તાદાનરૂપ છે. તો પછી મૃષાવાદ કેવી રીતે? જવાબઃ અહીં સ્થાપેલી રકમનો અપલાપ કરાતો હોવાથી મૃષાવાદ છે.
(૫) કૂટસાક્ષી - લાંચ, રુશ્વત, ઈર્ષ્યા વગેરેને વશ થવાથી પ્રમાણરૂપ કર્યા હોવા છતાં પણ ખોટું બોલે તે ફૂટસાક્ષી.
આગળ કહેલી વત્તો ગુરુમૂત્તે (૧૦૮) ગાથામાં કહેલી વિધિ પ્રમાણે મૃષાવાદનો ત્યાગ કરવો.
પ્રશ્ન : અકુમારને કુમાર કહેવો, અવિધવાને વિધવા કહેવી વગેરે જૂઠો અતિદુષ્ટ વિવલાપૂર્વક જ ઉત્પન્ન થાય છે, તો પછી સૂત્રમાં શા માટે ગ્રહણ કર્યા નથી?
જવાબ: આ પાંચ જૂઠ ગ્રહણ કરવાથી કુમારાવૃત વગેરે જૂઠનું ગ્રહણ થઈ જાય છે. (૨૬૦, ૨૬૧)
બીજું અણુવ્રત કહ્યું. હવે ત્રીજું અણુવ્રત કહે છે –
અદત્તાદાન બે પ્રકારે સ્કૂલ અને સૂક્ષ્મરૂપે છે. તેમાં જે ચોરીના આરોપનું કારણ હોય અને અતિદુષ્ટ પરિણામ પૂર્વક થતું હોય તે સ્થૂલ અદત્તાદાન. એનાથી વિપરીત તે સૂક્ષ્મ અદત્તાદાન. તેમાં જે સ્થૂલ અદત્તાદાન વિષયક નિવૃત્તિ તે તૃતીય અણુવ્રત છે. સ્કૂલ અદત્તાદાન સચિત્ત અને અચિત્ત, એમ બે પ્રકારે સંક્ષેપમાં વીતરાગ પરમાત્માએ કહ્યું છે. દ્વિપદ વગેરે ખેતર વગેરેમાં સારી રીતે મૂકેલા અથવા અવ્યવસ્થિત રીતે મૂકેલા, અથવા ભૂલી ગયેલા, માલિક વડે નહીં અપાયેલા એવા કોઈપણ પ્રાણી વગેરે, ચોરીની બુદ્ધિપૂર્વક ગ્રહણ કરવા તે સચિત્ત અદત્તાદાન, અને સોનું, વસ્ત્ર વગેરેને ગ્રહણ કરવું તે અચિત્ત અદત્તાદાન. (૨૬૫)
મીઠું, ઘોડો, વગેરે સચિત્ત અદત્તાદાન અને સોનું, ચાંદી, વગેરે અનેક પ્રકારના અચિત્ત અદત્તાદાન છે. એ અદત્તાદાનનો આગળ ૧૦૮મી ગાથામાં કહેલી વિધિ પ્રમાણે ત્યાગ કરવો જોઈએ. (૨૬૬)
ત્રીજું અણુવ્રત કહ્યું. હવે ચોથું અણુવ્રત કહે છે – પરસ્ત્રીનો ત્યાગ, વેશ્યાનો નહીં, સ્વ એટલે પોતાની જ સ્ત્રીમાં સંતોષ વેશ્યાગમન