________________
૬૧૯
શ્રાવકના બાર વ્રતો આ પ્રમાણે –
રાત્રિભોજનપરિજ્ઞારૂપ પાંચમી. સચિત્તાહારપરિજ્ઞારૂપ છઠ્ઠી. દિવસે બ્રહ્મચારી રાત્રે પરિમાણકૃત સાતમી. દિવસે અને રાત્રે પણ બ્રહ્મચારી, અસ્નાન તથા દાઢી, મૂછ, રોમરાજિ અને નખની શુશ્રુષાના ત્યાગરૂપ આઠમી. સારંભ પરિજ્ઞારૂપ નવમી. પ્રેગ આરંભ પરિજ્ઞારૂપ દસમી તથા ઉદ્દિષ્ટભક્તત્યાગરૂપ શ્રમણભૂતા નામની અગ્યારમી પ્રતિમા છે. (૯૯૪) (સટીક પ્રવચનસારોદ્ધારના મુનિશ્રી અમિતયશવિજયજી મ. કૃત ભાષાંતરમાંથી સાભાર)
પાપમાંથી નિવૃત્ત થવા રૂપ વ્રતો છે. તે વ્રતો અહીં પ્રકરણ પરથી શ્રાવકના વ્રતો સમજવા, કેમકે શ્રાવકના વ્રતો જ બાર છે. શ્રાવકના વ્રતો બાર પ્રકારના છે. તે આ પ્રમાણે - ૧ શૂલપ્રાણાતિપાતવિરમણવ્રત, ૨ ચૂલમૃષાવાદવિરમણવ્રત, ૩ સ્થૂલ અદત્તાદાનવિરમણવ્રત, ૪ સ્વસ્ત્રીસંતોષપરસ્ત્રીગમનવિરમણવ્રત, ૫ સ્થૂલ પરિગ્રહવિરમણવ્રત, ૬ દિશાપરિમાણવ્રત, ૭ ઉપભોગપરિભોગપરિમાણવ્રત, ૮ અનર્થદંડવિરમણવ્રત, ૯ સામાયિકવ્રત, ૧૦ દેશાવકાશિકવ્રત, ૧૧ પૌષધવ્રત અને ૧૨ અતિથિસંવિભાગવત. વાચકોમાં શ્રેષ્ઠ ઉમાસ્વાતિ મહારાજે રચેલ શ્રાવકપ્રજ્ઞપ્તિમાં અને હરિભદ્રસૂરિજીએ રચેલ તેની વૃત્તિમાં કહ્યું છે –
પાંચ' એ પ્રમાણે સંખ્યા છે. પવાર અવધારણ અર્થમાં છે. અણુવ્રતો પાંચ જ છે નહીં ચાર કે છ. અણુ એટલે નાના એવાં વ્રતો, મહાવ્રતોની અપેક્ષાએ અણુવ્રતોનું નાનાપણું છે. તે શૂલપ્રાણાતિપાત વિરમણ વગેરે ભેદરૂપે છે. ગુણવ્રતો પણ ત્રણ જ છે. વધારે કે ઓછા નથી, અણુવ્રતના ઉત્તરગુણરૂપ જે વ્રતો તે ગુણવ્રતો છે. તે દિશાવ્રત, ભોગોપભોગપરિમાણવ્રત અને અનર્થદંડવિરમણવ્રતરૂપ ૩ પ્રકારના છે.
શિક્ષારૂપ જે વ્રતો તે શિક્ષાવ્રતો. શિક્ષા એટલે ચારિત્રના કારણરૂપ વિશિષ્ટ ક્રિયાસમુદાયનો વિશેષ પ્રકારનો અભ્યાસ. તે શિક્ષાના જે સ્થાનો તે શિક્ષાપદો અથવા તે શિક્ષાના જે વ્રતો તે શિક્ષાવ્રતો. તે શિક્ષાવ્રતો ચાર છે. સામાયિક, દેશાવકાશિક, પૌષધોપવાસ અને અતિથિસંવિભાગ એમ ચાર ભેદે છે. એ પ્રમાણે શ્રાવકધર્મ ૧૨ પ્રકારનો થયો, આ રીતે ગાથાનો સંક્ષેપમાં અર્થ કહ્યો. અવયવાર્થ તો ગ્રંથકાર પોતે જ મોટા વિસ્તારથી કહેશે. (૬)
હવે ૧૨ પ્રકારના શ્રાવકધર્મનો ઉપન્યાસ કરતા જે પાંચ અણુવ્રત વગેરે કહ્યા હતા તે કહે છે –
પાંચ જ અણુવ્રતો છે. ગાથામાં તુ એવકાર અર્થમાં છે. એમનું અણુત્વ સર્વવિરતિ સ્વરૂપ મહાવ્રતોની અપેક્ષાએ છે. કહ્યું છે કે, “શૂલપ્રાણીવધ વિરમણ વગેરે અણુવ્રતો છે.”