________________
૬૨૦
શ્રાવકના બાર વ્રતો આદિ શબ્દ સ્થૂલ મૃષાવાદાદિના ગ્રહણ માટે જ છે. તે અણુવ્રતોમાં આ જ પ્રથમ છે. ર9તુ શબ્દ પવ અર્થમાં છે. બાકીના અણુવ્રતો તો વાસ્તવિકપણે પહેલા અણુવ્રતના ઉત્તરગુણરૂપ છે. એ પ્રમાણે વીતરાગ પરમાત્માએ કહ્યું છે. (૧૦૬).
શૂલપ્રાણીવધની વિરતિ એટલે પૂલ એવા બેઇન્દ્રિય વગેરે જે જીવો તેના જે શરીર, ઇંદ્રિય, શ્વાસોચ્છવાસ, આયુષ્ય, બળ રૂપ પ્રાણો તેની જે હિંસા, તે હિંસાથી નિવૃત્તિરૂપ વિરતિ. તે હિંસા સંકલ્પ અને આરંભ એમ બે પ્રકારે થાય છે. તેમાં કોઈપણ જીવને મારવાનો (અધ્યવસાય) વિચાર કરવો તે સંકલ્પ. ખેતી વગેરેના જે કાર્યો કરવા તે આરંભ. તેમાં શ્રાવક સંકલ્પથી હિંસાનો ત્યાગ કરે પણ આરંભથી ત્યાગ ન કરી શકે, કારણ કે નિયમો આરંભમાં તેની પ્રવૃત્તિ હોય છે. શૂલપ્રાણીવધની હિંસા પ્રવચનમાં કહેલી વિધિપૂર્વક છોડે, નહીં કે પોતાની ઇચ્છા પ્રમાણે. તે વિધિ આ પ્રમાણે જાણવી. (૧૦૭)
અંતઃકરણપૂર્વક સમાધિવાળો થઈ, ગુરુ એટલે આચાર્ય મહારાજ પાસે, સંવિગ્ન મોક્ષાભિલાષી એવો, નહીં કે ઋદ્ધિની ઇચ્છાવાળો, ઇત્વરિક એટલે ચાર માસ વગેરે કાળની મર્યાદાપૂર્વક અથવા જીવન પર્યત પ્રાણીવધનો ત્યાગ કરે. એ પ્રમાણે ત્યાગ કરીને હંમેશાં તે વ્રતને યાદ કરે, કારણ કે ધર્મ સ્મૃતિમૂલક છે. એ પ્રમાણે યાદ કરતો વિશુદ્ધ પરિણામવંત થઈ વ્રતનું પાલન કરે. પરંતુ ફરી પ્રાણીવધમાં મનથી પણ પ્રવર્તે નહીં. (૧૦૮)
હવે બીજું અણુવ્રત કહે છે -
બીજું અણુવ્રત સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રત છે. મૃષાવાદ સ્કૂલ અને સૂક્ષ્મ એમ બે પ્રકારનું છે. અતિદુષ્ટ વિવફાથી ઉત્પન્ન થયેલો જે પરિસ્થૂલ વસ્તુ વિષયક મૃષાવાદ તે સ્કૂલ મૃષાવાદ કહેવાય અને એનાથી વિપરીત તે સૂક્ષ્મ મૃષાવાદ કહેવાય. અહીં શ્રાવકધર્મનો જ અધિકાર હોવાથી સૂક્ષ્મ મૃષાવાદનો વિષય નથી. માટે સ્કૂલમૃષાવાદ વિરમણનો જ વિષય છે. સ્થૂલ મૃષાવાદ પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણે – (૧) કન્યા સંબંધી જૂઠ (૨) ગાય સંબંધી જૂઠ (૩) જમીન સંબંધી જૂઠ (૪) સ્થાપન હરણ (૫) ખોટી સાક્ષી રૂપ.
(૧) કન્યા-અસત્ય - અખંડિત શીલવાળી કન્યાને ખંડિત શીલવાળી કહે. ખંડિત શીલવાળી કન્યાને અખંડિત શીલવાળી કહે.
(૨) ગાય-અસત્ય - એ પ્રમાણે અલ્પદૂધવાળી ગાયને બહુ દૂધવાળી અથવા એથી વિપરીતપણે કહેવું તે ગાય સંબંધી જૂઠ.
(૩) ભૂમિ-અસત્ય - એ પ્રમાણે બીજાની જમીનને પોતાની જમીન કહેવી. અથવા તો કોઈના જમીનના ઝઘડામાં કોઈએ નિયુક્ત કર્યા હોય, ત્યારે કોઈના પ્રત્યેના રાગના કારણે