________________
૬૧૪
શ્રાવકની અગિયાર પ્રતિમાઓ કુગ્રહ અને શંકા વગેરે અતિચારો જ શલ્યરૂપે એટલે બાધકરૂપે જે જીવોને થાય તેથી તે શલ્ય કહેવાય. તે કુગ્રહ, શંકા વગેરે રૂપ શલ્યથી રહિતપણે હોવાથી જ નિર્દોષ એવું સમ્યગ્દર્શન જ પહેલી દર્શન પ્રતિમારૂપે છે. આનો ભાવાર્થ આ પ્રમાણે છે –
અણુવ્રત વગેરે ગુણોથી રહિત તથા કુગ્રહ-શંકા વગેરે દોષોથી રહિત સમ્યગ્દર્શનનો જે સ્વીકાર, તે દર્શન પ્રતિમા.
સમ્યગુદર્શનનો સ્વીકાર તો પહેલા પણ હોય છે. પરંતુ અહીં ફક્ત શંકા વગેરે દોષો તથા રાજાભિયોગ વગેરે છ આગારોથી રહિતપણે યથાસ્થિતપણે સમ્યગુદર્શનના આચારોવિશેષના પાલનના સ્વીકારરૂપે પ્રતિમા સંભવે છે, નહીં તો શા માટે ઉપાસકદશાંગમાં પહેલી પ્રતિમા એક મહિનો પાળવા વડે, બીજી પ્રતિમા બે મહિના પાળવા વડે, એમ અગ્યારમી પ્રતિમા અગ્યાર મહિના પાળવા વડે-એમ સાડાપાંચ વર્ષમાં અગ્યાર પ્રતિમાઓનું અર્થથી પાલન બતાવે અને આ અર્થ દશાશ્રુતસ્કંધ વગેરેમાં મળતો નથી. ત્યાં આગળ તો તેને ફક્ત શ્રદ્ધા માત્રરૂપે જણાવી છે. એ પ્રમાણે આગળ દર્શન (વ્રત) પ્રતિમા વગેરેમાં વિચારવું. (૯૮૨)
વ્રત, સામાયિક અને પૌષધ એમ ત્રણ પ્રતિમાઓ વિષે કહે છે -
ગાથાર્થ - બીજી પ્રતિમામાં અણુવ્રતધારી, ત્રીજી પ્રતિમામાં સામાયિક કરનાર હોય, ચોથી પ્રતિમામાં આઠમ, ચૌદસ વગેરે દિવસે ચાર પ્રકારનો પ્રતિપૂર્ણપૌષધ સારી રીતે પાળે અને આ પ્રતિમાઓમાં પ્રયત્નપૂર્વક બંધ વગેરે અતિચારોનો ત્યાગ કરે છે. (૯૮૩, ૯૮૪)
ટીકાર્ય . ૨. વ્રતપ્રતિમા :- સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વગેરે પાંચ અણુવ્રતો, ઉપલક્ષણથી ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતોને વધ-બંધ વગેરે અતિચાર રહિતપણે નિરપવાદપૂર્વક ધારણ કરી સારી રીતે પાલન કરતા બીજી વ્રત પ્રતિમા થાય. સૂત્રમાં પ્રતિમા અને પ્રતિભાવાનનો અભેદ ઉપચાર હોવાથી આ પ્રમાણે નિર્દેશ કર્યો છે.
૩. સામાયિપ્રતિમા :- ત્રીજી સામાયિક પ્રતિમામાં સાવઘયોગત્યાગ અને નિરવદ્યયોગસેવનરૂપ સામાયિક દેશથી જેણે કર્યું હોય, તે સામાયિકકૃત કહેવાય. આનો ભાવ એ છે કે જેણે પૌષધપ્રતિમાનો સ્વીકાર ન કર્યો હોય એવા દર્શન-વ્રત પ્રતિભાવાળાએ રોજ બે ટાઈમ સામાયિક કરવું તે ત્રીજી પ્રતિમા છે.
૪. પૌષધપ્રતિમા - ચૌદસ, આઠમ, અમાસ, પૂનમ વગેરે પર્વતિથિરૂપ દિવસોએ આહાર, શરીરસત્કાર, અબ્રહ્મચર્ય અને વ્યાપારના ત્યાગરૂપ ચાર પ્રકારના પૌષધનું સંપૂર્ણપણે પાલન કરે છે. પૌષધપ્રતિમા સ્વીકારનાર બીજા કોઈપણ પ્રકારે ન્યૂન નહીં એવી