________________
શ્રાવકની અગિયાર પ્રતિમાઓ
૬૧૩ સાધુની જેવા શ્રાવક તે શ્રમણભૂત, અહીં ભૂત શબ્દ ઉપમાન અર્થમાં છે. આ બધા વ્રત વિશેષોનું દર્શનપ્રતિમા, વ્રતપ્રતિમા વગેરે રૂપે ઉચ્ચારણ કરવું.
શ્રાદ્ધ એટલે શ્રાવકોની આ અગિયાર પ્રતિમાઓ એટલે પ્રતિજ્ઞાઓ-અભિગ્રહવિશેષ હોવાથી શ્રાદ્ધપ્રતિમા કહેવાય છે. (૯૮૦)
હવે આ દરેક પ્રતિમાઓનું સ્વરૂપ પ્રતિપાદન કરતાં પહેલા આ પ્રતિમાઓનું કાળમાન અને સામાન્ય સ્વરૂપ કહે છે. -
ગાથાર્થ - જે પ્રતિમાનો જે સંખ્યાવાળો ક્રમાંક-આંક છે તે ક્રમાંક-સંખ્યા પ્રમાણ મહિના તે પ્રતિમાનું કાળમાન થાય છે. તે-તે પ્રતિમાઓના કાર્ય કરતી વખતે પાછળની બધીયે પ્રતિમાઓની ક્રિયા પણ કરવાની હોય છે. (૯૮૧)
ટીકાર્ય - જે પ્રતિમા જેટલા સંખ્યાપ્રમાણ એટલે પહેલી પ્રતિમા, બીજી પ્રતિમા એમ જેટલામો ક્રમાંક હોય, તે પ્રતિમાનું તેટલા માસપ્રમાણ કાળમાન હોય છે. આનો અર્થ આ પ્રમાણે છે – પહેલી પ્રતિમાનું કાળમાન એક મહિનો, બીજી પ્રતિમાનું કાળમાન બે મહિના, ત્રીજી પ્રતિમાનું ત્રણ મહિના. એમ અગ્યારમી પ્રતિમાનું અગ્યાર મહિના પ્રમાણ કાળમાન છે.
જો કે આ કાળમાન દશાશ્રુતસ્કંધ વગેરે ગ્રંથોમાં સ્પષ્ટરૂપે કહ્યું નથી, છતાં પણ ઉપાસકદશામાં પ્રતિમાકારક આનંદ વગેરે શ્રાવકોની અગ્યાર પ્રતિમાઓનો કાળ સાડા પાંચ (પા) વર્ષરૂપ જણાવ્યો છે. તે કાળમાન ઉપરોક્ત પ્રમાણે એક, બે વગેરે વધવાપૂર્વક બેસે છે. તથા આગળ આગળની પ્રતિમાઓ કરતી વખતે પાછળ પાછળની પ્રતિમાઓમાં જણાવેલ બધીયે અનુષ્ઠાનરૂપ ક્રિયાઓ કરવાની હોય જ છે. આનો ભાવાર્થ આ પ્રમાણે છે
બીજી પ્રતિમા કરતી વખતે પહેલી પ્રતિમામાં કહેલ સંપૂર્ણ અનુષ્ઠાન કરવાનું હોય છે. ત્રીજી પ્રતિમામાં પહેલી અને બીજી-એમ બે પ્રતિમાનું કહેલ અનુષ્ઠાન પણ કરવાનું હોય છે. એ પ્રમાણે અગ્યારમી પ્રતિમામાં આગળની દસ પ્રતિમાઓમાં કહેલ બધું ય અનુષ્ઠાન કરવાનું હોય છે. (૯૮૧)- -
ગાથાર્થ - ૧. દર્શન પ્રતિમા ઃ પ્રશમદિગુણવિશિષ્ટ, કુગ્રહ-શંકા વગેરે શલ્યોથી રહિતપણે અનઘ એટલે નિર્દોષ સમ્યગ્દર્શનરૂપ પહેલી દર્શન પ્રતિમા હોય છે. (૯૮૨)
ટીકાર્થ - પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્યરૂપ-પાંચ ગુણોથી યુક્ત તથા તત્ત્વ પ્રત્યે શાસ્ત્રબાધિતપણે જે કુત્સિત અભિનિવેશ તે કુગ્રહ તથા શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મિથ્યાષ્ટિ પ્રશંસા, મિથ્યાષ્ટિ સંસ્તવ એટલે પરિચયરૂપ સમ્યકત્વના પાંચ અતિચારો, આ