________________
ચૌદમી છત્રીસી
હવે ચૌદમી છત્રીસી કહે છે –
શબ્દાર્થ - શ્રાવકની અગિયાર પ્રતિમાઓ, બાર વ્રતો અને તેર ક્રિયાસ્થાનોનો સારી રીતે ઉપદેશ આપનારા - આમ છત્રીસ ગુણોવાળા ગુરુ જય પામો. (૧૫)
પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - પ્રતિમા એટલે વિશેષ પ્રકારના અભિગ્રહો. શ્રાવકની અગીયાર પ્રતિમાઓ છે. તે આ પ્રમાણે - ૧ દર્શનપ્રતિમા, ૨ વ્રતપ્રતિમા, ૩ સામાયિકપ્રતિમા, ૪ પૌષધપ્રતિમા, ૫ પ્રતિમાપ્રતિમા, ૬ અબ્રહ્મવર્જનપ્રતિમા, ૭ સચિત્તવર્જનપ્રતિમા, ૮ આરંભવર્જનપ્રતિમા, ૯ પ્રૈષવર્જનપ્રતિમા, ૧૦ ઉદ્દિષ્ટવર્જનપ્રતિમા અને ૧૧ શ્રમણભૂતપ્રતિમા. પ્રવચનસારોદ્વારમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે -
ગાથાર્થ - ૧. દર્શન, ૨. વ્રત, ૩. સામાયિક, ૪. પૌષધ, ૫. પ્રતિમા, ૬. અબ્રહ્મચર્ય, ૭. સચિત્ત વર્જન, ૮. આરંભ વર્જન, ૯. પ્રેષ્યવર્ઝન, ૧૦. ઉદ્દિષ્ટવર્જન. ૧૧. શ્રમણભૂત-એમ શ્રાવકની અગિયાર પ્રતિમાઓ છે. (૯૮૦)
ટીકાર્થ - ૧. દર્શન એટલે સમ્યક્ત્વ, ૨. અણુવ્રત વગેરે વ્રતો. ૩. સાવદ્યયોગત્યાગ અનવદ્યયોગસેવનરૂપ સામાયિક, ૪. આઠમ, ચૌદસ વગેરે પર્વદિવસોએ આરાધવા યોગ્ય જે અનુષ્ઠાન વિશેષ, તે પૌષધ. ૫. પ્રતિમા એટલે કાયોત્સર્ગ, ૬. અબ્રહ્મનું વર્જન તે બ્રહ્મચર્ય, ૭. સચેતન દ્રવ્યનું વર્જન તે સચિત્તવર્જન. અહીં દર્શન વગેરે પહેલી પાંચ પ્રતિમાઓ વિધેય એટલે કરવારૂપ-આચરવારૂપ પ્રતિમા એટલે અભિગ્રહવિશેષરૂપે છે. ૬ અબ્રહ્મચર્ય અને ૭. સચિત્ત એ બે પ્રતિમાઓ નિષેધરૂપ એટલે ત્યાજ્ય-ત્યાગ કરવા રૂપે છે. ૮. જાતે ખેતી વગેરે કરવારૂપ આરંભનો ત્યાગ. ૯. બીજાને પાપવ્યાપારક્રિયામાં જોડવારૂપ પ્રેષણનો ત્યાગ. ૧૦ ઉદ્દિષ્ટત્યાગ એટલે પ્રતિમાધારી શ્રાવકને ઉદ્દેશીને સચેતનને અચેતન કરવું અથવા અચેતનને રાંધવું તે ઉદ્દિષ્ટભોજન કહેવાય, તે ઉદ્દિષ્ટભોજનનો ત્યાગ. આ બધાની સાથે પ્રતિમા શબ્દ જોડવો કેમકે અહીં પ્રતિમાનો વિષય છે. અહીં પ્રતિમાઓનો વિષય હોવા છતાં પણ પ્રતિમા અને પ્રતિમાવાનના અભેદ ઉપચારના કારણે પ્રતિમાવાનનો નિર્દેશ કર્યો છે. એ પ્રમાણે આગળ પણ જાણવું. ૧૧. શ્રમણ એટલે સાધુ. તે