________________
શ્રાવકની અગિયાર પ્રતિમાઓ
૬૧૫ રીતે આગમોક્તવિધિપૂર્વક સારી રીતે જ તે પ્રતિમાને પાળે છે, સેવે છે. આ ચારે પણ વ્રતાદિ પ્રતિમાઓમાં બંધ, વધ, છવિચ્છેદ વગેરે બારવ્રતના સાઈઠ (૬૦) અતિચારોનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરે છે. (૯૮૩-૯૮૪).
ગાથાર્થ - સમ્યક્ત્વ, અણુવ્રત, ગુણવ્રત, શિક્ષાવ્રતવાળો, સ્થિર, અવિચલ-સત્ત્વવાન જ્ઞાની એવો આત્મા આઠમ-ચૌદસે એક રાત્રિ પ્રતિમામાં રહે છે. (૯૮૫)
ટીકાર્ય - ૫. કાઉસ્સગ્નપ્રતિમા :- અણુવ્રત, ગુણવ્રત, શિક્ષાવ્રત જેને હોય છે તેઓ એટલે આગળ કહેલ ચાર પ્રતિભાવાળો, સ્થિર એટલે અવિચલ સત્ત્વવાન હોય તે જ કાઉસ્સગ્ગપ્રતિમાનો આરાધક છે. બીજો આ પ્રતિમાનો વિરાધક થાય છે. કારણ કે આ પ્રતિમામાં રાત્રે ચૌટા વગેરે સ્થળોએ કાઉસ્સગ્ન કરે અને ત્યાં ઘણા ઉપસર્ગો થાય છે. તે સત્ત્વવાન હોય તે જ સહી શકે, બીજો વિરાધક થાય છે. જ્ઞાની એટલે પ્રતિમાના આચાર વગેરે જ્ઞાનયુક્ત હોય. અજ્ઞાની તો બધે અયોગ્ય છે, તો પછી આ પ્રતિમા સ્વીકારવામાં કેમ ચાલે?
આઠમ, ચૌદસ અને ઉપલક્ષણથી આઠમ-ચૌદસ-અમાસ-પૂનમરૂપ પૌષધના દિવસે પણ પ્રતિમામાં એટલે કાયોત્સર્ગમાં ઊભો રહે, એટલે કાઉસ્સગ્ન કરે, ધાતુઓ અનેક અર્થવાળા હોવાથી “ઊભો રહેનો “કાઉસ્સગ્ન કરે એવો અર્થ થાય.
કેટલી રાત પ્રમાણ કાઉસ્સગ્ન કરે? એક રાત પ્રમાણ એટલે સંપૂર્ણ રાત્રિ કાઉસ્સગ્ન પ્રતિમામાં રહે. આનો ભાવાર્થ એ છે કે –
સમ્યગ્દર્શન-અણુવ્રત-ગુણવ્રત-શિક્ષાવ્રતવાળો સત્ત્વવાન, સ્થિર, જ્ઞાની, શ્રાવક આઠમ, ચૌદસ, અમાસ, પૂનમરૂપ પૌષધના દિવસે સંપૂર્ણ રાત્રિ કાઉસ્સગ્નમુદ્રામાં રહે. (૯૮૫)
આ પ્રતિમાવાળો બાકીના દિવસે કેવા પ્રકારનો હોય છે તે કહે છે.
ગાથાર્થ - પ્રતિમા વગરના દિવસોમાં અજ્ઞાની (સ્નાન વગરનો), વિકટે એટલે પ્રકાશમાં અથવા દિવસે જમનાર, કાછડી બાંધ્યા વગરનો, દિવસે બ્રહ્મચારી, રાત્રિએ પરિમાણ (પ્રમાણ) કરે. (૯૮૬)
ટીકાર્ય - કાઉસ્સગ્ન પ્રતિમાપારી પ્રતિમા વગરના અપર્વ દિવસોમાં સ્નાનનો ત્યાગી, વિકટ ભોજન કરનાર એટલે દિવસે પણ પ્રકાશવાળી જગ્યામાં ભોજન કરનાર અને રાત્રિભોજનનો ત્યાગી હોય છે. આગળની પ્રતિમાઓમાં રાત્રિભોજનનો નિયમ હોતો નથી. માટે આ પ્રમાણે કહ્યું. મુકુલિબદ્ધ એટલે કચ્છ, કાછડી બાંધ્યા વગર ધોતીયું (વસ્ત્ર)