________________
દસ પ્રકારની પ્રતિસેવા એટલે માંદો હોય. કહ્યું છે - ‘દ્રવ્ય વગેરે ન મળવા પર ચાર પ્રકારની આપત્તિ થાય છે.” આપત્તિમાં પ્રતિસેવના તે આપત્તિપ્રતિસેવના. શંકિત એટલે એષણીયમાં પણ અનેષણયની શંકા કરાય તે, “જેની શંકા કરે તે દોષ લાગે. એવું વચન હોવાથી. શંકિતમાં પ્રતિસેવના તે શંકિત પ્રતિસેવના. સહસાકાર એટલે અચાનક કરવું. સહસાકારનું લક્ષણ આ પ્રમાણે છે – પહેલા જીવો નહીં જોઈને પગ નાંખે છતે જે જીવને જુવે પણ પગને અટકાવી ન શકે તે સહસાકાર છે.' સહસાકારથી પ્રતિસેવના તે સહસાકારપ્રતિસેવના. ભય એટલે રાજા, ચોર વગેરેનો ભય. ભયમાં પ્રતિસેવના તે ભયપ્રતિસેવના. જેમકે રાજાની આજ્ઞાથી માર્ગ વગેરે બતાવે કે સિંહ વગેરેના ભયથી ઝાડ પર ચડે. કહ્યું છે – “ભયપ્રતિસેવના આજ્ઞાથી અને સિંહ વગેરે.” પ્રષ એટલે ગુસ્સો. અહીં પ્રàષના પ્રહણથી કષાયોની વિવક્ષા કરી છે. કહ્યું છે, ક્રોધ વગેરે પ્રસ્વેષ છે.' પ્રદ્વેષથી પ્રતિસેવના તે પ્રષપ્રતિસેવના. વિમર્શ એટલે નૂતન દીક્ષિતની પરીક્ષા. કહ્યું છે – “વિમર્શ નૂતનદીક્ષિત વગેરેનો હોય.” વિમર્શથી પૃથ્વી વગેરેના સંઘટ્ટા વગેરેરૂપ પ્રતિસેવા થાય છે તે વિમર્શપ્રતિસેવા.'
પ્રતિસેવાઓનું સ્વરૂપ નિશીથભાષ્યમાં અને તેની ચૂર્ણિમાં આ પ્રમાણે બતાવ્યું છે - તે પ્રતિસેવના બે પ્રકારની છે –
દર્પમાં અને કારણમાં એમ સંક્ષેપથી પ્રતિસેવના બે પ્રકારની છે. તે દરેક બે પ્રકારની છે - મૂળગુણમાં અને ઉત્તરગુણમાં. જે અનેક વ્યાયામ, યોગ, ઉછળવા વગેરે ક્રિયાઓને કારણ વિના કરે છે તે દર્પ. કારણે એટલે જ્ઞાન-દર્શનને આશ્રયીને સંયમ વગેરે યોગોનો નિર્વાહ ન થતો હોવાથી પ્રતિસેવા કરે તે કલ્પ. દપિકા પ્રતિસેવના બે પ્રકારની અને કલ્પિકા પ્રતિસેવના બે પ્રકારની છે. દર્પથી જે પ્રતિસેવા કરે છે તે મૂળગુણથી કે ઉત્તરગુણથી. કારણે જે પ્રતિસેવા કરે છે તે મૂળગુણથી કે ઉત્તરગુણથી. (૮૮)
અનાભોગપ્રતિસેવનાનું સ્વરૂપ આવું છે -
ઇન્દ્રિય, કષાય, દારૂ, નિદ્રા, વિકથા રૂપ પાંચ પ્રકારના પ્રમાદમાંથી એકથી પણ યુક્ત ન હોય. ઇર્યાસમિતિમાં મનથી ઉપયોગ વિનાનો હોય અને દૃષ્ટિથી યુગ જેટલું અંતર જોતો ન હોય, આદિ શબ્દથી અન્ય સમિતિઓ લીધી. આ સમિતિઓમાં ક્યારેક ભૂલી જવાથી અલ્પકાળ માટે ઉપયોગ ન રાખ્યો હોય અને યાદ આવતા મિચ્છામિદુક્કડું આપે. ભૂતાર્થ એટલે અંડિલ જવું, વિહાર કરવો, સંથારો કરવો, ભિક્ષા લેવા જવું વગેરે સંયમ સાધક ક્રિયાઓ. દોડવું, કૂદવું વગેરે અભૂતાર્થ છે. ભૂતાર્થમાં જીવહિંસા ન કરતો હોય. આવા ગુણવાળો અનાભોગ હોય છે.
અથવા આ પ્રમાણે વ્યાખ્યા કરવી - જીવહિંસાથી યુક્ત ન હોય, ઇર્યાસમિતિ વગેરેના