________________
દસ પ્રકારની પ્રતિસેવા
૫૨૩
સાચા અર્થમાં વર્તતો ન હોય તે અનાભોગ છે. બાકીનું પૂર્વેની જેમ. પ્રશ્ન - જો અનાભોગથી જીવહિંસા ન થઈ તો કેવી રીતે પ્રતિસેવના થઈ ? જવાબ - જે અનુપયુક્તભાવની પ્રતિસેવા કરે છે તે જ પ્રતિસેવના અહીં જાણવી. અનાભોગપ્રતિસેવના કહી. (૯૬).
હવે સહસાકાર. તેનું આ સ્વરૂપ છે -
પહેલા સ્પંડિલભૂમિમાં આંખથી જીવોને જોવા, જો દેખાય તો દૂર કરવા. જો તે સ્થંડિલભૂમિમાં જીવો ન દેખાય તો પૂર્વે પગ મૂકેલી સ્થંડિલભૂમિ પરથી પગ ઉપાડીને આંખથી જોયેલ સ્થંડિલભૂમિ પર પગ મૂકવા જાય, પણ તે ન પહોંચ્યો હોય ત્યારે વચ્ચે જે પૂર્વે નહીં જોયેલા જીવને પછી આંખથી જુવે, મૂકવાની ક્રિયામાં પ્રવૃત્ત થયેલા પગને અટકાવી ન શકે અને પછી જોયેલા જીવ ઉપર પગ મૂકી દે, તેને સંઘટ્ટો-પીડા કરવી - વધુ પીડા કરવી - મારી નાખવું વગેરે પીડા કરે - આ સહસાકારપ્રતિસેવના છે. જાણવા છતાં પરાધીનનું અચાનક કરવું તે સહસાકારનું સ્વરૂપ છે. (૯૭)
તે પ્રમાદપ્રતિસેવના પાંચ પ્રકારની છે - (૧) કષાયપ્રમાદ (૨) વિકથાપ્રમાદ (૩) વિકટ (દારૂ) પ્રમાદ (૪) ઇન્દ્રિયપ્રમાદ અને (૫) નિદ્રાપ્રમાદ. ‘ઋતુસમ્સ' શબ્દથી કષાયપ્રતિસેવના લીધી. ‘૬' શબ્દથી કષાયો ચાર પ્રકારના છે - ક્રોધ, માન, માયા અને લોભ. આ દરેકનો દ્રવ્ય વગેરે ચાર પ્રકારનો નિક્ષેપ કરવો. તે જેમ આવશ્યકમાં કરાયો છે તેમ જાણવો. તેમાં ક્રોધને કહું છું. જેનાથી ક્રોધની ઉત્પત્તિ થાય છે તેને આગળ કરીને ક્રોધના અગ્યાર ભેદ છે. (૧૦૪)
અથવા મિશ્ર પ્રતિસેવના આ દસ પ્રકારની કહેવાય છે - (૧) દર્પપ્રતિસેવના, (૨) પ્રમાદપ્રતિસેવના, (૩) અનાભોગપ્રતિસેવના, (૪) આતુપ્રતિસેવના, (૫) આપત્તિપ્રતિસેવના, (૬) તિંતિણપ્રતિસેવના, (૭) સહસાકાર પ્રતિસેવના, (૮) ભયપ્રતિસેવના, (૯) પ્રદ્વેષ પ્રતિસેવના અને (૧૦) વિમર્શપ્રતિસેવના. દર્પપ્રતિસેવના, પ્રમાદપ્રતિસેવના, અનાભોગપ્રતિસેવના અને સહસાકારપ્રતિસેવના પૂર્વે કહી છે. બાકીની છ પ્રતિસેવનાઓનું અર્થકથન આ પ્રમાણે જાણવું. (૪૭૭, ૪૭૮)
આતુ૨પ્રતિસેવાની વ્યાખ્યા કરે છે - પહેલા ક્ષુધાપરીષહથી પીડાયેલો, બીજા તૃષાપરીષહથી પીડાયેલો, તાવ-શ્વાસ વગેરે રોગોથી પીડાયેલો જે પ્રતિસેવા કરે તે આતુરપ્રતિસેવા છે. આમાં જયણાપૂર્વક પ્રતિસેવા કરનારની પ્રતિસેવના શુદ્ધ છે, અજયણાથી પ્રતિસેવા કરવાથી અજયણાનું પ્રાયશ્ચિત્ત આવે છે.
આપત્તિપ્રતિસેવાની વ્યાખ્યા કરે છે - દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ ન મળે તો ચાર પ્રકારની આપત્તિ થાય છે. દ્રવ્યથી આપત્તિ એટલે અચિત્ત દ્રવ્ય ન મળવા. ક્ષેત્રથી આપત્તિ