________________
બાર અંગો
૫૮૧ જેમણે આ બાર અંગરૂપ આચાર્યના અર્થરૂપ સારનું મુખ્ય ભાજન-પિટક કહ્યું છે તે ક્ષમા પ્રધાન શ્રમણોને નમસ્કાર થાઓ. તે બાર અંગો આ પ્રમાણ છે –
(૧) આચાર - આચરવું તે આચાર. આચરાય તે આચાર. એટલે કે સજ્જનોએ આચરેલ જ્ઞાન વગેરેને પામવાની વિધિ. તેને કહેનારો ગ્રંથ પણ “આચાર' જ કહેવાય છે.
(૨) સૂત્રકૃત - જે સૂચન કરે તે સૂત્ર. “સૂચના” અર્થવાળા “સૂર્' ધાતુ ઉપરથી શબ્દ બન્યો છે. સૂત્ર વડે કરાયેલ તે “સૂત્રકૃત', એટલે કે સ્વસિદ્ધાંત અને પરસિદ્ધાંતના બધા પદાર્થોને સૂચવનારું જે શાસ્ત્ર છે.
(૩) સ્થાન - એકપણું વગેરેથી વિશેષિત કરાયેલા આત્મા વગેરે પદાર્થો જેમાં સ્વરૂપ પ્રમાણે બરાબર કહેવા યોગ્ય તરીકે રહે છે તે સ્થાન. અથવા સ્થાન શબ્દથી અહીં એક વગેરે સંખ્યાના ભેદો કહેવાય છે. તેથી આત્મા વગેરે પદાર્થો સંબંધી એકથી દશ સુધીના સ્થાનને કહેનારું હોય તે સ્થાન, જેમ આચારને કહેનારું “આચાર” છે તેમ.
(૪) સમવાય - જીવ વગેરે પદાર્થોનું સારી રીતે અધિક જ્ઞાન થયું તે સમવાય. સમવાયમાં કારણભૂત ગ્રંથ પણ સમવાય’ કહેવાય છે.
(૫) વિવાહપ્રજ્ઞપ્તિ - જેમાં તત્ત્વભૂત પદાર્થોને વિચારવાની વિશિષ્ટ પદ્ધતિઓનું વ્યાખ્યાન કરાયું છે તે “વિવાહપ્રજ્ઞપ્તિ.” આ અંગ પૂજય હોવાથી એને બીજા નામથી
ભગવતી’ એમ પણ કહેવાય છે. | (૯) જ્ઞાતાધર્મકથા - જ્ઞાત એટલે ઉદાહરણ. જેમાં ઉદાહરણો મુખ્ય હોય એવી ધર્મકથા તે જ્ઞાતાધર્મકથા.
(૭) ઉપાસકદશા - ઉપાસક એટલે શ્રાવકો. તેમની ક્રિયાઓના સમૂહસંબંધી દશ અધ્યયનોવાળી દશાઓ તે ઉપાસકદશા.
(૮) અંતકૃતદશા - અંત એટલે વિનાશ. કર્મનો કે તેના ફળરૂપ સંસારનો વિનાશ જેમના વડે કરાયો છે તે અંતકૃત એટલે તીર્થંકર વગેરે. તેમની પહેલા વર્ગમાં દશ અધ્યયનો હોવાથી તે સંખ્યાવાળી દશાઓ તે અંતકૃતદશા.
(૯) અનુત્તરૌપપાતિકદશા = ઉત્તર એટલે શ્રેષ્ઠ. જેનાથી શ્રેષ્ઠ નથી તે અનુત્તર. ઉપપાત એટલે જન્મ. અનુત્તર એવો ઉપપાત તે અનુત્તરીપપાત. તે જેમનો હોય તે અનુત્તરૌપપાતિક એટલે સર્વાર્થસિદ્ધ વગેરે પાંચ વિમાનોમાં ઉત્પન્ન થયેલા. તેમની હકીકત સંબંધી દશ અધ્યયનોવાળી દશાઓ તે અનુત્તરૌપપાતિકદશા.
(૧૦) પ્રશ્નવ્યાકરણ - પ્રશ્નો એટલે પૃચ્છાઓ. વ્યાકરણો એટલે જવાબો. પ્રશ્નો અને