________________
દસ પ્રકારની રુચિ
૫૭૯ બીજરુચિને કહે છે –
પાણીમાં રહેલા તેલના ટીપાની જેમ જે સમ્યકત્વવાળો જીવ જીવ વગેરે એક પદ વડે અજીવ વગેરે અનેક પદોમાં પસરે છે એટલે કે જેમ પાણીના એક ભાગમાં રહેલું પણ તેલનું ટીપું બધા પાણીમાં પસરી જાય છે તેમ જેને એક ભાગની રુચિ થઈ છે એવો જીવ તેવા પ્રકારના ક્ષયોપશમથી બધા તત્ત્વોમાં રુચિવાળો થાય છે તે આવા પ્રકારનો જીવ બીજરુચિ એ પ્રમાણે જાણવો. (૨૨).
અભિગમરુચિને કહે છે –
જેણે અગ્યાર અંગો, ઉત્તરાધ્યયનસૂત્ર વગેરે રૂપ પ્રકીર્ણક સૂત્રો, બારમા અંગરૂપ દૃષ્ટિવાદ અને ઔપપાતિક વગેરે ઉપાંગોરૂપ શ્રુતજ્ઞાનને અર્થથી જાણ્યું હોય તે અભિગમરુચિ છે. (૨૩) વિસ્તારરુચિને કહે છે –
જેણે ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોના એકત્વ, પૃથફત્વ વગેરે બધા પર્યાયો પ્રત્યક્ષ વગેરે બધા પ્રમાણોથી જાણ્યા હોય એટલે કે પ્રત્યક્ષ વગેરે પ્રમાણોમાંથી જે પ્રમાણનો જે વિષયમાં વ્યાપાર હોય તે પ્રમાણથી તે વિષયને જાણ્યો હોય અને નૈગમનય વગેરે નયોના બધા ભેદો વડે જાણ્યા હોય તે વિસ્તારરુચિ એ પ્રમાણે જાણવો. (૨૪)
ક્રિયારુચિને કહે છે –
દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય અને સાચી એવી સમિતિ-ગુપ્તિમાં જે ક્રિયાભાવરુચિવાળો છે એટલે કે દર્શન વગેરેના આચારનું પાલન કરવામાં જેને ભાવથી રુચિ હોય તે ક્રિયારુચિ એ પ્રમાણે જાણવો. (૨૫).
સંક્ષેપરુચિને કહે છે –
જેણે બૌદ્ધ વગેરેના મતો રૂપ ખરાબ દર્શનોને સ્વીકાર્યા નથી, જે જિનમતમાં કુશળ નથી અને જે કપિલ ઋષિ વગેરેએ કહેલા સાંખ્ય વગેરે પ્રવચનોને જાણતો નથી, જેમ ચિલાતીપુત્રે ત્રણ પદો વડે તત્ત્વની શ્રદ્ધા કરી તેમ આવા વિશેષણોવાળો જે જીવ સંક્ષેપથી જ તત્ત્વની શ્રદ્ધા કરે તે સંક્ષેપરુચિ છે એ પ્રમાણે જાણવું. (૨૬)
ધર્મચિને કહે છે -
જે જિનેશ્વર ભગવાને કહેલા ધર્માસ્તિકાય વગેરેના ગતિમાં સહાય કરવી વગેરે રૂપ ધર્મની, આગમરૂપ શ્રતધર્મની અને સામાયિક વગેરે ભેદવાળા ચારિત્રધર્મની શ્રદ્ધા કરે છે તે