________________
તેરમી છત્રીસી હવે તેરમી છત્રીસી કહે છે –
શબ્દાર્થ - દશ પ્રકારની રુચિમાં, બાર અંગોમાં, બાર ઉપાંગોમાં અને બે પ્રકારની શિક્ષામાં હોંશિયાર - આમ છત્રીસ ગુણોવાળા ગુરુ જય પામો. (૧૪)
પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - રુચિ એટલે ભગવાને કહેલા તત્ત્વો ઉપરની પ્રીતિ. તે દશ પ્રકારની છે. તે આ પ્રમાણે – ૧ નિસર્ગરુચિ, ૨ ઉપદેશરુચિ, ૩ આજ્ઞારુચિ, ૪ સૂત્રરુચિ, ૫ બીજરુચિ, ૬ અભિગમરુચિ, ૭ વિસ્તારરુચિ, ૮ ક્રિયારુચિ, ૯ સંક્ષેપરુચિ અને ૧૦ ધર્મરુચિ. ઉત્તરાધ્યયનસૂત્રની મહો. ભાવવિજયજી કૃત વૃત્તિમાં કહ્યું છે -
(૧) નિસર્ગશચિ – જેને સ્વભાવથી તત્ત્વોની અભિલાષા થાય છે તે નિસર્ગરુચિ છે.
(૨) ઉપદેશરુચિ – જેને ગુરુ વગેરેના કહેવાથી તત્ત્વોની અભિલાષા થાય છે તે ઉપદેશરુચિ છે.
(૩) આજ્ઞારુચિ – જેને સર્વજ્ઞના વચનરૂપ આજ્ઞા વડે તત્ત્વોની અભિલાષા થાય છે તે આજ્ઞારુચિ છે.
(૪) સૂત્રરુચિ – જેને આગમરૂપ સૂત્રથી તત્ત્વોની અભિલાષા થાય છે તે સૂત્રરુચિ છે.
(૫) બીજરુચિ જે એક વચન પણ અનેક અર્થોને જણાવે તે બીજ જેવું હોવાથી બીજ કહેવાય. જેને તે બીજરૂપ વચનથી તત્ત્વોની અભિલાષા થાય છે તે બીજરુચિ છે.
(૬) અભિગમરુચિ - જેને વિજ્ઞાનથી તત્ત્વોની અભિલાષા થાય છે તે અભિગમરુચિ
(૭) વિસ્તારરુચિ - જેને વિસ્તાર વડે તત્ત્વોની અભિલાષા થાય છે તે વિસ્તારરુચિ છે. (૮) ક્રિયારુચિ – જેને ક્રિયામાં રુચિ છે તે ક્રિયારુચિ છે. (૯) સંક્ષેપરુચિ - જેને સંક્ષેપમાં એટલે કે સંગ્રહમાં રુચિ છે તે સંક્ષેપરુચિ છે. (૧૦) ધર્મરુચિ – જેને શ્રતધર્મ વગેરે રૂપ ધર્મમાં રુચિ છે તે ધર્મચિ છે.