________________
૫૮૨
બાર ઉપાંગો વ્યાકરણોનો સમાહાર દ્વન્દ સમાસ થયો હોવાથી પ્રશ્નવ્યાકરણ થાય. તેને જણાવનારો ગ્રન્થ પણ પ્રશ્નવ્યાકરણ કહેવાય છે.
(૧૧) વિપાકશ્રુત - વિપાક એટલે શુભ કે અશુભ કર્મોનું પરિણામ. તે જણાવનારું શ્રુત તે વિપકડ્યુત.
(૧૨) દૃષ્ટિવાદ - દૃષ્ટિઓ એટલે દર્શનો. વાદ એટલે બોલવું. દષ્ટિઓનો વાદ ને દૃષ્ટિવાદ. અથવા જેમાં બધી નયદષ્ટિઓનો પાત છે એટલે કે કહેવાય છે અને અવતરે છે તે દષ્ટિપાત.
આમ સામાન્યથી અંગપ્રવિષ્ટ શ્રુત કહ્યું.”
ઉપાંગ એટલે અંગ સંબંધિત શાસ્ત્રો. તે બાર છે. તે આ પ્રમાણે - ૧ ઔપપાતિક, ૨ રાજપ્રશ્નીય, ૩ જીવાજીવાભિગમ, ૪ પ્રજ્ઞાપના, ૫ જબૂદ્વીપપ્રજ્ઞપ્તિ, ૬ ચન્દ્રપ્રજ્ઞપ્તિ, ૭ સૂર્યપ્રજ્ઞપ્તિ, ૮ નિરયાવલિકા (કલ્પિકા), ૯ કલ્પાવતંસિકા, ૧૦ પુષ્પિકા, ૧૧ પુષ્પચૂલિકા અને ૧૨ વૃષ્ણિદશા. શ્રી પ્રદ્યુમ્નસૂરિજી રચિત વિચારસારમાં કહ્યું છે –
“પપાતિક, રાજપ્રશ્નીય, જીવાભિગમ, પ્રજ્ઞાપના, ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, જંબૂઢીપપ્રજ્ઞપ્તિ, નિરયાવલિકા (કલ્પાવતંસિકા), કલ્પિકા, પુષ્પિકા, પુષ્પચૂલિકા અને વૃષ્ણિદશા આ ઉપાંગો છે. વિશેષમત પ્રમાણે જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિની બદલે દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ એ ઉપાંગ છે. (૩૪૭, ૩૪૮)
શિક્ષા એટલે અભ્યાસ. તે બે પ્રકારે છે - ૧ ગ્રહણશિક્ષા અને ૨ આસેવનશિક્ષા. વિશતિવિંશિકા અન્તર્ગત બારમી શિક્ષાવિશિકામાં શ્રીહરિભદ્રસૂરિજીએ અને તેની વૃત્તિમાં શ્રીકુલચન્દ્રસૂરિજીએ કહ્યું છે -
જેનાથી શિખવાય તે શિક્ષા. આ સાધુની ગ્રહણ અને આસેવન રૂપ બે પ્રકારની શિક્ષા જાણવી. ગ્રહણ એટલે જ્ઞાન મેળવવું. આસેવન એટલે ઊભા રહેવું વગેરે. ગ્રહણશિક્ષા ગણધર વગેરે સ્થવિરોએ રચેલા સૂત્ર અને તેનાથી કહેવા યોગ્ય અર્થના વિષયવાળી છે. બીજી આસેવનશિક્ષા પડિલેહણ વગેરે કરવાના વિષયવાળી છે. (૧)
બે શિક્ષાઓની પ્રધાનતા બતાવીને હવે ગ્રહણશિક્ષાનું માહાત્મ વિશેષથી કહે છે -
શ્રીજિનેશ્વર ભગવાને કહેલું અને ગણધર વગેરે સ્થવિરોએ રચેલું શ્રુત તે સૂત્ર. જેનાથી દેવ વગેરે સધાય તે મ7. “સૂત્ર એ શ્રેષ્ઠ મન્નરૂપ છે.” એવા અંદરના પ્રેમથી “પર્યાયથી પ્રાપ્ત થયેલ...' વગેરે જેનું સ્વરૂપ આગળ કહેવાશે તેવી વિધિથી સાધુ સૂત્રને ગ્રહણ કરે છે.