________________
અકલ્પષક
૫૬૫ ટીકાર્ચ - આનંદી અને પર્યક પ્રતીત છે. મંચ પ્રતીત છે. આશાલક એટલે અવખંભથી યુક્ત આસનવિશેષ. (ટેબલમાં ટેકો દેવાનું શક્ય નથી. જ્યારે ખુરશીમાં ટેકો લઈ શકાય. આમ ખુરશી આશાલક તરીકે ગણી શકાય. એમ ખુરશીમાં બે હાથ ટેકવવાના પાયા પણ અવખંભ તરીકે ગણી શકાય. આનંદી એટલે ટેબલ વગેરે જેવા આસન, પત્યેક એટલે પલંગ...)
સાધુઓને આ બધા પર બેસવું કે ઊંઘ કરવી એ અનાચરિત છે. કેમકે આ બધુ શુષિર છે. એટલે એમાં જીવોની વિરાધના વગેરે રૂપ દોષોનો સંભવ છે. (૬/૫૩)
પર્યકસ્થાનવિધિ કહેવાયો. તેના કથનથી ૧૫મું સ્થાન કહેવાઈ ગયું. હવે ૧૬મા સ્થાનને આશ્રયીને કહે છે કે –
ગાથાર્થ - ગોચરીમાં પ્રવેશેલા જેને નિષદ્યા કહ્યું છે, તે આવા પ્રકારના અબોધિક અનાચારને પામે છે. (૬/૫૬)
ટીકાર્ય - ગોચરી ગયેલા જે સાધુને નિષદ્યા કહ્યું છે, એટલે કે જે સાધુ ઘરમાં જ બેસવાની પ્રવૃત્તિ કરે છે. તે ખરેખર આવા = આગળ કહેવાતા એવા મિથ્યાત્વરૂપી ફલવાળા અનાચારને પામે છે. (દ/પદ)
નિષદ્યાસ્થાનની વિધિ કહી. તેના કથનથી સોળમું સ્થાન કહેવાયું. હવે ૧૭મું સ્થાન કહે છે –
ગાથાર્થ - રોગી કે અરોગી જે સ્નાનને કરે છે, (તેના વડે) આચાર ઉલ્લંધિત થાય છે, સંયમ ત્યજાય છે. (૬/૬૦).
ટીકાર્ય - વ્યાધિગ્રસ્ત કે રોગમુક્ત જે સાધુ શરીરના પ્રક્ષાલનરૂપ સ્નાનને પ્રાર્થે છે = સેવે છે. આવા પ્રકારના તેના વડે બાહ્યતપરૂપ આચાર ઉલ્લંધિત થાય છે. કેમકે તે સાધુ અજ્ઞાનરૂપ પરીષહને સહન કરતો નથી. (અસ્નાન એક પ્રકારનો બાહ્યતપ ગણ્યો છે.) તથા આ સાધુ વડે જીવોની રક્ષા વગેરે રૂપ સંયમ ત્યજાયેલો થાય છે, કેમકે સ્નાનમાં અપકાય વગેરે જીવોની વિરાધના થાય છે. (૬/૬૦).
અસ્નાનવિધિ કહેવાઈ ગઈ. તેના કથનથી ૧૭મું સ્થાન કહેવાઈ ગયું. હવે અઢારમું શોભાત્યાગ સ્થાન કહેવાય છે.
એમાં બીજાઓનો અભિપ્રાય આ છે કે-શોભામાં = વિભૂષામાં કોઈ દોષ નથી. કેમકે શાસ્ત્રોમાં આવું વચન છે કે “અલંકૃત માણસ પણ = વિભૂષાવાળો પણ ધર્મને કરે.”