________________
અકલ્પષક
૫૬૩ ભાજન (વાસણ), ૩ પલંગ, ૪ નિષદ્યા, ૫ સ્નાન અને ૬ વિભૂષા. સમવાયાંગસૂત્રમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે -
ગાથાર્થ - છ વ્રત, છ કાય, અકલ્પ, ગૃહસ્થભાજન, પલંગ, નિષદ્યા, સ્નાન અને શોભાનું વર્જન (૧૬)
ટીકાર્ય - છ વ્રત એટલે મહાવ્રતો અને રાત્રિભોજનની વિરતિ. પૃથ્વીકાય વગેરે છે કાય. અકલ્પ એટલે અકલ્પનીય આહાર, શમ્યા, વસ્ત્ર, પાત્ર, ગૃહસ્થનું ભાજન એટલે થાળી વગેરે. પલંગ એટલે મંચ વગેરે. નિષદ્યા એટલે સ્ત્રીની સાથે બેસવું. સ્નાન એટલે શરીરને ધોવું. શોભાનું વર્જન એટલે વિભૂષાનું વર્જન. એ પ્રતીત છે. (૧૬)
આ અકલ્પ વગેરેનું સ્વરૂપ દશવૈકાલિકસૂત્ર અને તેની વૃત્તિમાં આ પ્રમાણે કહ્યું છે -
ગાથાર્થ - મહર્ષિએ જે આહાર વગેરે ચારને અભો કહ્યા છે તેમનું વર્જન કરતો સંયમનું પાલન કરે. (૬/૪૬)
ટીકાર્ય - બારમા સ્થાનની વિધિ કહેવાઈ. આમ કાયષકનું પ્રતિપાદન થઈ ગયું. તેના પ્રતિપાદનથી ૬૬ બાર મૂલગુણો કહેવાઈ ગયા. હવે આ મૂલગુણોની વાડ જેવા ઉત્તરગુણોનો અવસર છે. તે અકલ્પ વગેરે છ ઉત્તરગુણો છે. પૂર્વે કહ્યું જ હતું કે મો ... વગેરે.
તેમાં અકલ્પ બે પ્રકારે છે. (૧) શિક્ષકસ્થાપના-અકલ્પ. (૨) અકલ્પસ્થાપના – અકલ્પ.
તેમાં જેનાવડે પિંડનિર્યુક્તિ વગેરે ગ્રન્થો નથી ભણાયા, તેના વડે લવાયેલ આહારાદિ ન કલ્પ...આ શિક્ષકસ્થાપના-અકલ્પ છે. કહ્યું છે કે “જેના વડે પિડેષણા, શઐષણા, વઐષણા નથી ભણાઈ તેના વડે લવાયેલા પિંડ, શયા, વસ્ત્રાદિ સાધુને ન કહ્યું.”
ઋતુબદ્ધકાળમાં = શેષકાળમાં અનલો = નપુંસકો દીક્ષિત કરાતાં નથી. વર્ષાવાસમાં = ચોમાસામાં તો નપુંસકો અને બીજાઓ બંને શૈક્ષો પ્રાયઃ દીક્ષિત કરાતાં નથી. (અર્થાત્ નૂતનદીક્ષિત તરીકે દીક્ષિત કરાતાં નથી.) આ (શિક્ષક) સ્થાપનાઅકલ્પ છે.
હવે અકલ્પસ્થાપનાઅકલ્પને સૂત્રકાર જણાવે છે. (સૂત્રકારે શિક્ષકસ્થાપનાઅકલ્પ જણાવેલો ન હોવાથી વૃત્તિકારે પહેલાં એ દર્શાવી દીધો છે.)
ઋષિવડે જે આહારાદિ ચાર અભોય છે, તેને વર્જતો સંયમનું પાલન કરે.