________________
બારમી છત્રીસી હવે બારમી છત્રીસી કહે છે -
શબ્દાર્થ - દસ પ્રકારની વૈયાવચ્ચ, દસ પ્રકારના વિનય અને દસ પ્રકારના ધર્મનું સારી રીતે પ્રકાશન કરનારા તથા અકલ્પષકનું વર્જન કરનારા – આમ છત્રીસ ગુણોવાળા ગુરુ જય પામો. (૧૩)
પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - વૈયાવચ્ચ એટલે આચાર્ય વગેરેની સેવા, પાલન વગેરે. તે વિષયના ભેદથી દસ પ્રકારની છે. તે આ પ્રમાણે - ૧ આચાર્યની, ૨ ઉપાધ્યાયની, ૩ તપસ્વીની, ૪ શૈક્ષની, ૫ ગ્લાનની, ૬ સાધુની, ૭ સમનોજ્ઞની, ૮ સંઘની, ૯ કુલની અને ૧૦ ગણની. પ્રવચનસારોદ્ધારમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે -
ગાથાર્થ - આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શૈક્ષ, ગ્લાન, સાધુ, મનોજ્ઞ, સંઘ, કુલ અને ગણ - આમ વૈયાવચ્ચ દસ પ્રકારની છે. (૫૫૭)
ટીકાર્ય - હવે વૈયાવચ્ચ કહે છે - જ્ઞાનાચાર વગેરે પાંચ પ્રકારના આચારમાં હોંશિયાર હોય તે આચાર્ય, અથવા જેઓ આચરાય છે એટલે કે સેવાય છે તે આચાર્ય. શિષ્યો જેની પાસે આવીને ભણે તે ઉપાધ્યાય. વિકૃષ્ટ કે અવિકૃષ્ટ તપ કરે તે તપસ્વી. નૂતન દીક્ષિત હોય અને શિક્ષાને યોગ્ય હોય તે શૈક્ષ. તાવ વગેરે રોગો વાળા હોય તે ગ્લાન. સાધુ એટલે
વિર. એક સામાચારી આચરનારા સાધુઓ તે સમનોજ્ઞ. સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાનો સમુદાય તે સંઘ. સમાન પ્રકારના ઘણા ગચ્છોનો સમૂહ તે ચાન્દ્ર વગેરે કુલ. એક આચાર્યની આજ્ઞામાં રહેલા સાધુઓનો સમૂહ તે ગચ્છ. કુલોનો સમુદાય તે કોટિક વગેરે ગણ. આ આચાર્ય વગેરેની અન્ન, પાણી, વસ્ત્ર, પાત્રા, ઉપાશ્રય, પાટ, પાટલા, સંથારા વગેરે ધર્મસાધનો વડે ભક્તિ, સેવા, ઔષધક્રિયા, જંગલ, રોગ, ઉપસર્ગોમાં તેમનું પાલન વગેરે તે વૈયાવચ્ચ છે. (૫૫૭)
જેનાથી આઠ પ્રકારના કર્મો દૂર થાય તે વિનય. પુષ્પમાળામાં અને તેની વૃત્તિમાં કહ્યું છે –