________________
દસ પ્રકારનો વિનય
૫૫૩ આ કાયિક-વાચિક-માનસિક એમ ત્રણ પ્રકારનો પ્રતિરૂપ વિનય તમને કહ્યો. અનાશાતનાવિનય બાવન પ્રકારનો છે – એમ તીર્થકરો અને ગણધરો કહે છે. (૮)
તીર્થંકર, સિદ્ધ, કુલ (નાગેન્દ્ર વગેરે), ગણ (કોટિક વગેરે), સંઘ, ક્રિયા (આત્મા છે, પરલોક છે વગેરે શ્રદ્ધા રાખીને આત્મહિત માટે થતી ધર્મક્રિયા), ધર્મ (દસ પ્રકારનો સાધુધર્મ વગેરે), જ્ઞાન (મતિજ્ઞાન વગેરે); જ્ઞાની, આચાર્ય, સ્થવિર (સીદાતાઓને સ્થિર કરનાર), ઉપાધ્યાય અને ગણી (કેટલાક સાધુસમુદાયનો અધિપતિ) આ તેર પદો છે. (૯).
આ તેર પદોનો અનાશતાના, ભક્તિ, બહુમાન અને વર્ણસંજ્વલના એ ચાર પ્રકારનો વિનય કરવો. તેર પદોને ચારથી ગુણવાથી બાવન થાય છે. (૧) અનાશાતના - જાતિ વગેરેથી હલના કરવી તે આશાતના. આશાતનાનો અભાવ તે
અનાશાતના. તીર્થંકર વગેરેની આશાતનાનો ત્યાગ કરવો. (૨) ભક્તિ - તીર્થકર વગેરેની ઉચિત સેવા કરવી તે ભક્તિ. (૩) બહુમાન - તીર્થકર વગેરેની ઉપર અંદરના ભાવથી પ્રેમ રાખવો તે બહુમાન. (૪) વર્ણસંજવલના - તીર્થંકર વગેરેના ગુણોની પ્રશંસા કરવી તે વર્ણસંજવલના. (૧૦)
પ્રવચનને જાણનારા મહાપુરુષો આવા પ્રકારના વિનયને બધા ગુણોના મૂળ તરીકે સમજે છે. કહ્યું છે કે, “વિનય એ જિનશાસનનું મૂળ છે. વિનયવાળો સંયત (સંયમી) થાય છે. વિનયવિનાનાને ધર્મ ક્યાંથી હોય અને તપ ક્યાંથી હોય? (૧)” જો કે જિનશાસનમાં આ પ્રમાણે વિનયના ઘણા ભેદો કહ્યા છે, છતાં પણ અહીં ગ્રન્થાકારે વિનયના દશ ભેદો જ સ્વીકાર્યા છે. (૧૭)
દશ પ્રકારના વિનયનું સ્વરૂપ આગળની ત્રણ ગાથાઓમાં કહે છે -
(૧) અરિહંત - દેવો અને અસુરો વડે કરાયેલી પૂજાને યોગ્ય હોય તે અરિહંત. આગમમાં કહ્યું છે કે, “જે કારણથી અરિહંતો વંદન-નમસ્કારને યોગ્ય છે, પૂજા-સત્કારને યોગ્ય છે અને મોક્ષમાં જવાને યોગ્ય છે તે કારણથી તેમને અરિહંત કહેવાય છે. અહીં “અરિહંત' શબ્દથી વર્તમાનકાળે ઉત્કૃષ્ટ-જઘન્ય ભેદથી વિચરતા પૃથ્વીમંડલના શણગારરૂપ શ્રી સીમંધરસ્વામી વગેરે તીર્થંકરો લેવા. આગમમાં કહ્યું છે કે, “ઉત્કૃષ્ટથી એકસો સિત્તેર તીર્થકરો વિચરે છે, જઘન્યથી વીસ કે દસ તીર્થંકરો વિચરે છે. જન્મને આશ્રયીને ઉત્કૃષ્ટથી વિસ તીર્થંકરોનો જન્મ થાય છે અને જઘન્યથી દસ તીર્થંકરોનો જન્મ થાય છે.”
(૨) સિદ્ધ - જેમણે બંધાયેલ કર્મ બાળી નાંખ્યું છે તે સિદ્ધો. આગમમાં કહ્યું છે કે,