________________
૫૫૨
દસ પ્રકારનો વિનય
વાચિક અને માનસિક એમ ત્રણ પ્રકાર છે. તેમાં કાયિકવિનય આઠ પ્રકારે, વાચિકવિનય ચાર પ્રકારે અને માનસિકવિનય બે પ્રકારે છે. તેની પ્રરૂપણા આ પ્રમાણે છે - (૪) કાયિકવિનયના આઠ પ્રકાર આ પ્રમાણે છે –
(૧) અભ્યુત્થાન - અભ્યુત્થાન એટલે ઊભા થવું. અભ્યુત્થાન કરવાને યોગ્ય વગેરે આવે ત્યારે ઊભા થવું.
(૨) અંજલિબંધ – ગુરુને પ્રશ્ન કરવો વગેરે પ્રસંગે અંજલિ જોડવી (બે હાથ જોડવા). (૩) આસનપ્રદાન - શ્રુતવૃદ્ધ વગેરેને બેસવા માટે આસન આપવું.
(૪) અભિગ્રહ - ગુરુ વગેરેના આવશ્યક કાર્યોને કરવાનો નિશ્ચય કરવો અને સાક્ષાત્ તે કાર્ય કરવું.
(૫) કૃતિકર્મ - સૂત્રના અર્થનું શ્રવણ કરવું વગેરે પ્રસંગે વંદન કરવું.
(૬) શુશ્રુષા - ગુરુની બહુ નજીકમાં ન રહેવું અને બહુ દૂર ન રહેવું એ રીતે મર્યાદાથી વિધિપૂર્વક ગુરુ વગેરેની સેવા કરવી.
(૭) અનુગમન - ગુરુ વગેરે આવતા હોય ત્યારે તેમને લેવા સામે જવું.
(૮) સંસાધન – ગુરુ વગેરે જાય ત્યારે તેમને વળાવવા જવું. (૫) વાચિકવિનયના ચાર પ્રકાર આ પ્રમાણે છે -
(૧) હિતવચન – પરિણામે સુંદર હોય તેવું હિતકર વચન બોલવું. (૨) મિતવચન – જરૂર પૂરતું, થોડા શબ્દોવાળુ વચન બોલવું. (૩) અપરુષવચન - કઠોર ન હોય તેવું વચન બોલવું.
(૪) અનુવિચિંત્યભાષણ-સારી રીતે વિચારીને બોલવું. માનસિકવિનયના બે પ્રકાર આ પ્રમાણે છે
-
(૧) અકુશલમનોનિરોધ - આર્તધ્યાન વગેરેથી ખરડાયેલા મનનો નિરોધ કરવો, એટલે કે મનને અશુભધ્યાનથી રોકવું.
(૨) કુશલમનોદીરણા - મનને ધર્મધ્યાન વગેરે શુભ ભાવોમાં પ્રવર્તાવવું. (૬)
પ્રતિરૂપવિનય પોતાના સિવાય અન્ય મુખ્ય વ્યક્તિને અનુસરવારૂપ જાણવો. કેવળીઓને અપ્રતિરૂપવિનય જાણવો, એટલે કે તેઓને પ્રતિરૂપવિનય ન કરવારૂપ વિનય હોય છે. (૭)