________________
૫૫૬
દસ પ્રકારનો વિનય ભક્તિ, બહુમાન, વર્ણવાદ કરવા, અવર્ણવાદનો નાશ કરવો અને આશાતનાનો ત્યાગ કરવો એ સંક્ષેપથી વિનય છે. ભક્તિ વગેરે ભેદોની વ્યાખ્યા કહે છે – ભક્તિ એટલે સામે લેવા જવું, આસન આપવું, નમસ્કાર કરવો, સેવા કરવી, વળાવવા જવું વગેરે રૂપ બાહ્ય સેવા. બહુમાન એટલે મનમાં ઘણી પ્રીતિ, દર્શન થવાથી જ શ્રેષ્ઠ આનંદ થવો. વર્ણવાદ કરવા એ અરિહંત વગેરેની પ્રશંસા કરવી. એ કરનારને સમ્યકત્વનો મોટો લાભ થાય છે. સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે – “પાંચ સ્થાનો (કારણો) વડે જીવો સુલભબોધિપણાનું કર્મ બાંધે. તે આ પ્રમાણે - અરિહંતોની પ્રશંસા કરવાથી, અરિહંતોએ કહેલ ધર્મની પ્રશંસા કરવાથી, આચાર્ય-ઉપાધ્યાયની પ્રશંસા કરવાથી, ચતુર્વિધ સંઘની પ્રશંસા કરવાથી, એકાંતમાં તપ અને બ્રહ્મચર્ય પાળીને દેવો થયેલાની પ્રશંસા કરવાથી.” અવર્ણવાદનો નાશ કરવો એટલે જિનશાસનનો અપયશ કરનારા કાર્યની રક્ષા (છૂપાવવું) વગેરે કરવી – એમ તીર્થકરો ગણધરોએ કહ્યું છે. કેમકે, “સાધુઓ અને ચૈત્યોના દુશ્મનને અને જિનશાસનનું અહિત કરનારી નિંદાને સર્વશક્તિથી અટકાવે. (૧)” આશાતનાનો ત્યાગ એટલે ચૈત્ય વગેરેમાં ઔચિત્યપૂર્વક આસન વગેરેનું સેવન કરવું. અનુચિત આસન વગેરે સેવનારો લોકમાં નિંદાય છે એમ કહેવાનો ભાવ છે. તે આશાતનાઓ જઘન્યથી દસ, મધ્યમથી ચાલીસ અને ઉત્કૃષ્ટથી ચોર્યાસી છે. એથી તે આશાતનાઓ ક્રમશઃ કહેવાય છે –
જઘન્યથી દસ આશાતનાઓ આ પ્રમાણે છે – જિનાલયની અંદર ૧. તંબોલ ખાવું.
૨. પાણી પીવું. ૩. ભોજન કરવું. ૪. પગરખા પહેરવા. ૫. સ્ત્રીની સાથે ભોગો ભોગવવા. ૬. સૂવું ૭. થુંકવું. ૮. પેશાબ કરવો. ૯. ઝાડો કરવો.
૧૦. જુગાર રમવો. જિનાલયની અંદર આ દસ આશાતનાઓ વર્જવી.
મધ્યમથી ચાલીસ આશાતનાઓ આ પ્રમાણે છે – જિનાલયમાં ૧. પેશાબ કરવો.