________________
દસ પ્રકારના શોધિદોષો
૫૨૫
(૧) આવર્જીને - ‘આવર્જિત કરાયેલા (ખુશ કરાયેલા) આચાર્ય મને થોડું પ્રાયશ્ચિત્ત આપશે' એમ વિચારીને આલોચનાચાર્યની વૈયાવચ્ચ (સેવા) કરવી વગેરે વડે તેમને આવર્જીને (ખુશ કરીને) જે આલોચના કરવી એ આલોચનાનો દોષ છે.
(૨) અનુમાન કરીને - નાના અપરાધો કહેવા વડે ‘આ આચાર્ય હલકો (ઓછો) દંડ આપે છે’ એમ જાણીને જે આલોચના કરવી એ આલોચનાનો દોષ છે.
(૩) જે જોયું હોય - આચાર્ય વગેરેએ જે અપરાધનો સમુદાય જોયો હોય તેની જ આલોચના કરે તે આલોચનાનો દોષ છે.
(૪) મોટા દોષો કહેવા - મોટા અતિચારોની જ આલોચના કરે, નાના અતિચારો પ્રત્યે બેદરકાર હોવાથી તેમની આલોચના ન કરે તે આલોચનાનો દોષ છે.
(૫) નાના દોષો કહેવા - આચાર્યને ‘જે નાના અતિચારોની આલોચના કરે છે તે શા માટે મોટા અતિચારોની આલોચના ન કરે' એવો ભાવ કરાવવા નાના અતિચારોના સમૂહની જ આલોચના કરે તે આલોચનાનો દોષ છે.
(૬) છૂપી રીતે - ખૂબ શરમાળ હોવાથી જેનાથી માત્ર પોતે જ સાંભળે તેવા અસ્પષ્ટ વચનોથી આલોચના કરે તે આલોચનાનો દોષ છે.
(૭) મોટા અવાજથી - અગીતાર્થો સાંભળે તેવા મોટા અવાજથી આલોચના કરે તે આલોચનાનો દોષ છે.
(૮) ઘણા પાસે - જે આલોચનામાં આલોચનાગુરુ ઘણા હોય એટલે કે એક જ અપરાધની ઘણા પાસે આલોચના લે તે આલોચનાનો દોષ છે.
(૯) અવ્યક્ત - અવ્યક્ત એટલે અગીતાર્થ. તેની પાસે આલોચના કરે તે આલોચનાનો દોષ છે.
(૧૦) તત્સેવી – ‘સમાન સ્વભાવવાળા ગુરુને સુખેથી વિવક્ષિત અપરાધ કહી શકાય છે’ એમ વિચારીને જે અપરાધની આલોચના કરવાની હોય તે અપરાધને જે ગુરુ સેવતા હોય તેમની પાસે આલોચના કરે તે આલોચનાનો દોષ છે.’
આલોચનાના દોષોનું સ્વરૂપ સ્થાનાંગસૂત્રમાં અને તેની વૃત્તિમાં આ પ્રમાણે બતાવ્યું
‘પ્રતિસેવા કરે છતે આલોચના કરવી જોઈએ. તેમાં જે દોષો થાય છે તે ત્યજવા યોગ્ય છે એવું બતાવવા કહે છે -