________________
૫૨૪
દસ પ્રકારના શોધિદોષો એટલે વિહારમાં આવતી આપત્તિ. કાળથી આપત્તિ એટલે દુકાળ વગેરેમાં આવતી આપત્તિ. ભાવથી આપત્તિ એટલે ગ્લાનને થનારી આપત્તિ. આમાં જયણાપૂર્વક ચાર પ્રકારની આપત્તિમાં પ્રતિસેવા કરે તો એ પ્રતિસેવના શુદ્ધ છે, અજયણાથી પ્રતિસેવા કરનારને અજયણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. (૪૭૯).
તિતણપ્રતિસેવાની વ્યાખ્યા કરે છે - પ્રાયઃ તિતિણ બે પ્રકારનો છે – દ્રવ્યતિતિણ અને ભાવતિતિણ. દ્રવ્યતિતિણ એટલે ટીંબરનું લાકડુ જે અગ્નિમાં હોમાયું થયું “તડ તડ’ એવો અવાજ કરે છે. ભાવતિતિણ એટલે જે સાધુ આહાર વગેરે ન મળતા “તડ તડ અવાજ કરે છે, અથવા ખરાબ દ્રવ્ય કે સારુ દ્રવ્ય (જની સમાન બીજુ કોઈ દ્રવ્ય નથી તે) મળતા “તડ તડ” અવાજ કરે છે. દર્પથી તિતિણપણું કરનારાને પ્રાયશ્ચિત્ત આવે. કારણે ગોકુળ વગેરેમાં તિતિણપણુ કરનારો શુદ્ધ છે. તિતિણપ્રતિસેવા કહી.
ભયપ્રતિસેવાની વ્યાખ્યા કરે છે - શ્લોકના બીજા પાદમાં કહ્યું છે કે ભય એટલે અભિયોગથી કે સિંહ વગેરેથી. અભિયોગથી પ્રતિસેવા એટલે કોઈ રાજા વગેરે કહે કે, માર્ગ બતાવ.' તો તેના ભયથી બતાવે છે. અથવા સિંહના ભયથી ઝાડ ઉપર ચડી જવું તે સિંહ વગેરેથી પ્રતિસેવા. આમાં શુદ્ધ છે. જો પાછળથી પશ્ચાત્તાપ ન થાય તો પ્રાયશ્ચિત્ત આવે.
પ્રદ્વેષપ્રતિસેવાની વ્યાખ્યા કરે છે – શ્લોકના ત્રીજા પાદમાં કહ્યું છે કે ક્રોધ વગેરે પ્રદ્વેષરૂપ છે. ક્રોધ વગેરે કષાયોરૂપ પ્રàષથી પ્રતિસેવા કરનાર અશુદ્ધ બને છે. તેને મૂલપ્રાયશ્ચિત્ત અપાય છે અથવા કષાયોનું પ્રાયશ્ચિત્ત અપાય છે. પ્રદ્વૈષપ્રતિસેવા કહી.
વિમર્શપ્રતિસેવનાની વ્યાખ્યા કરે છે – શ્લોકના ચોથા પાદમાં કહ્યું છે કે નૂતન દીક્ષિત વગેરેનો વિમર્શ થાય. વિમર્શ એટલે પરીક્ષા. નૂતન દીક્ષિતની પરીક્ષા કરવા માટે “શું આ જીવોની શ્રદ્ધા કરે છે કે નહીં?' એમ જાણવા પોતે સચિત્ત પર ચાલવું વગેરે ક્રિયા કરે. તે શુદ્ધ છે. (૪૮૦)
ગુરુ આ દસ પ્રકારની પ્રતિસેવાઓના સ્વરૂપને જાણે છે.
શોધિ એટલે આલોચના. તેના દોષો તે શોધિદોષો તે દસ પ્રકારના છે. તે આ પ્રમાણે - ૧ આકંપ્ય-આવર્જીને, ૨ અનુમાન્ય-અનુમાન કરીને, ૩ જે જોવાયું હોય, ૪ બાદર, ૫ સૂક્ષ્મ, ૬ છૂપી રીતે, ૭ શબ્દાકુલ, ૮ બહુજન, ૯ અવ્યક્ત અને ૧૦ તત્સવી. ભગવતીસૂત્રમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે –
‘આલોચનાના દસ દોષો કહ્યા છે. તે આ પ્રમાણે -