________________
પ૨૮
ચાર પ્રકારની વિનયસમાધિ (૧) વિનયસમાધિ (૨) શ્રુતસમાધિ (૩) તપસમાધિ (૪) આચારસમાધિ.
તેમાં સમાધાન એટલે સમાધિ, પરમાર્થથી આત્માનું હિત, સુખ, સ્વાધ્ય. વિનયમાં કે વિનય દ્વારા સમાધિ તે વિનયસમાધિ. એ રીતે બાકીનામાં પણ શબ્દાર્થ વિચારી લેવો.
આ જ વાતને શ્લોકથી સંગૃહીત કરે છે... થોક્તલક્ષણવાળા વિનયમાં, અંગ વગેરે શ્રુતમાં, બાહ્ય વગેરે તપમાં અને મૂલગુણ વગેરે આચારમાં સર્વકાળ પંડિતો = સમ્યફપરમાર્થનાં જ્ઞાતાઓ જીવને વિનય વગેરેમાં જોડે છે. ધાતુઓ અનેક અર્થવાળા હોવાથી
મરમતિ નો અર્થ ગુજ઼તે કરેલો છે. તથા ગાથામાંના ૨ શબ્દનો વ્યવહિત ઉપન્યાસ કરવો. અર્થાત વિનયે કૃતે તપસ માવારે એમ વચ્ચે છે, તેને માવારે એમ છેક છેલ્લે
જોડવો.
પ્રશ્નઃ એ શા માટે વિનયાદિમાં જીવને જોડે છે? ઉત્તરઃ કેમકે વિનયાદિ ઉપાદેય છે. પ્રશ્નઃ આવું કોણ કરે?
ઉત્તર : જેઓએ ચક્ષુ વગેરે ભાવશત્રુઓને જીતી લીધા હોય તેઓ આવું કરે છે. તેઓ જ પરમાર્થથી પંડિત છે.” એ વાત દર્શાવવા માટે આ શબ્દ લખેલો છે. વિનયસમાધિને કહેવાની ઇચ્છાવાળા કહે છે કે –
સુત્રાર્થ - ચારપ્રકારની વિનયસમાધિ છે. તે આ પ્રમાણે (૧) અનુશાસિત કરાતો શુશ્રુષા કરે. (૨) સમ્યફ સ્વીકારે. (૩) વેદને આરાધે. (૪) આત્મસંપ્રગૃહીત ન બને. ચોથું પદ છે. અહીં શ્લોક છે. હિતાનુશાસનને ઇચ્છે, તેને બરાબર જાણે, તેને આદરે. આયતાર્થી તે વિનયસમાધિમાં માનમદથી અહંકારી ન બને.
ટીકાર્ય - વિનયસમાધિ ચાર પ્રકારની છે. તઘથી શબ્દ ઉદાહરણનો ઉપન્યાસ કરવા માટે છે. (૧) તે તે કાર્યમાં પ્રેરણા કરાતો સાધુ તે અનુશાસનને અર્થિતાથી = ઇચ્છાથી = અભિલાષાથી સાંભળવા માટે ઇચ્છ. (અર્થાત્ “આ અનુશાસન તો હિતકારી છે, મારે સાંભળવું જ છે.” એવી અભિલાષાથી સાંભળવા માટે ઇચ્છ...).
(૨) ઇચ્છાથી પ્રવૃત્તિ કરતો હોવાથી તે અનુશાસનતત્ત્વને અવિપરીત = વિષય પ્રમાણે જાણે.
(૩) તે સાધુ આ રીતે વિશિષ્ટ બોધ કરતો હોવાથી જ વેદને આરાધે છે. જેના વડે પદાર્થો જણાય તે વેદ. અર્થાત્ શ્રુતજ્ઞાન. તે શ્રુતજ્ઞાનને આરાધે એટલે કે તેમાં કહેલા