________________
ચાર પ્રકારની વિનયસમાધિ
૫૨૯
અનુષ્ઠાનોમાં તત્પર બનવા દ્વારા તે શ્રુતજ્ઞાનને (ગુરુવચનથી પ્રાપ્ત થયેલા જ્ઞાનને) સફલ કરે.
(૪) આવું હોવાથી જ વિશુદ્ધપ્રવૃત્તિ હોવાના કારણે આત્મસંપ્રગૃહીત ન બને. હું વિનયી છું, સુસાધુ છું - આ પ્રમાણે આત્મા જ જેના વડે સારી રીતે પ્રકર્ષથી ગ્રહણ કરાયો હોય તે આત્મસંપ્રગૃહીત કહેવાય. પણ આ સાધુ આવો ન બને. કેમકે વિનય તો આત્મોત્કર્ષનાં અભાવની પ્રધાનતાવાળો છે. એટલે અભિપ્રાય એ છે કે તે સાધુ આવા પ્રકારનો ન બને.
આ 7 મતિ ઞાત્મ... એ પદ જ સૂત્રના ક્રમની પ્રામાણિકતા પ્રમાણે ઉત્તરોત્તર ગુણની અપેક્ષાએ ચોથું પદ છે.
(સાર : ગુરુ જે અનુશાસન કરે હિતશિક્ષા આપે = ઠપકો આપે, એને હર્ષથી સાંભળવાને ઇચ્છે, એ પહેલો પ્રકાર. આવી રીતે હર્ષથી સાંભળે એટલે એ અનુશાસનના બધા જ પદાર્થો = રહસ્યો બરાબર સમજી શકે, એ બીજો પ્રકાર. આ રીતે સમ્યગ્બોધ થવાથી વિશુદ્ધપ્રવૃત્તિ કરે, એને જીવનમાં ઉતારી એ જ્ઞાનને સાર્થક કરે, એ ત્રીજો પ્રકાર. અને આવો વિનયી હોવાને લીધે જ આત્મોત્કર્ષવાળો ન બને, એ ચોથો પ્રકાર...)
આ વિનયસમાધિને વિશે શ્લોક છે, એક છંદવિશેષ છે. તે આ છે -
(૧) આ લોક અને પરલોકમાં હિતકારી બને એવા ઉપદેશને આચાર્યાદિ પાસેથી ઇચ્છે.
(૨) શુશ્રૂષતિ એટલે એને વિષય પ્રમાણે જાણે. ધાતુ અનેક અર્થવાળા હોવાથી આવો અર્થ થઈ શકે.
(૩) જણાયેલા તે અનુશાસનને બરાબર આચરે.
(૪) એ કરતો હોવા છતાં વિનયસમાધિરૂપી વિષયમાં માનગર્વથી મદ ન પામે. (‘‘હું કેવો વિનયી ?’” વગેરે મદ ન કરે.)
પ્રશ્ન : કોણ મદ ન પામે ?
ઉત્તર ઃ મોક્ષાર્થી.
વિનયસમાધિ કહેવાઈ ગઈ. હવે શ્રુતસમાધિ કહે છે -