________________
ચાર પ્રકારની તપસમાધિ
૫૩૧ કરેલો...) (૩) એ રીતે કીર્તિ, વર્ણ, શબ્દ, શ્લોક માટે ધર્મ ન કરે, તેમાં સર્વદિશામાં વ્યાપેલો સાધુવાદ = પ્રશંસા એ કીર્તિ. એકદિશામાં વ્યાપેલો સાધુવાદ એ વર્ણ. અર્ધદિશામાં વ્યાપેલો સાધુવાદ એ શબ્દ. તે જ સ્થાનમાં વ્યાપેલો સાધુવાદ એ શ્લાઘા. એ બધા માટે તપ ન કરે. (૪) પરંતુ કર્મનિર્જરા રૂપી એક વસ્તુ સિવાય બીજા માટે તપ ન કરે. આશય એ કે કામનારહિત બનેલો તે જે રીતે કર્મનિર્જરા જ મળે, તે રીતે તપ કરે. આ ચોથું પદ છે.
આ તપસમાધિમાં શ્લોક છે...વગેરે પૂર્વની જેમ. તે શ્લોક આ છે –
વિવિધગુણવાળા તપમાં સદા રત = અહીં અનશન વગેરે તપની અપેક્ષાએ તપ અનેકગુણવાળો છે. અર્થાત્ કોઈક તપના કોઈક ગુણો, કોઈક તપના કોઈક ગુણો...એમ અનેક ગુણોવાળો આ તપ છે. આવા તપમાં જ જે સદા રત-લીન હોય. આવો તે ઈહલોકાદિમાં આશંસા વિનાનો થાય. (પ્રત્યાઘા = તપ કરવાના બદલામાં જે ફળની આશા તે પ્રયાશા...) કર્મનિર્જરાની ઇચ્છાવાળો થાય.
તે આવા પ્રકારનો સાધુ વિશુદ્ધતપવડે જુનાકર્મને દૂર કરે. સદા તપસમાધિમાં જોડાયેલો તે નવાકર્મો ન બાંધે.
તપસમાધિ કહેવાઈ ગઈ. હવે આચારસમાધિ કહે છે.
સૂત્રાર્થ - ચાર પ્રકારની આચારસમાધિ છે. તે આ પ્રમાણે – (૧) આલોક માટે આચાર ન પાળે. (૨) પરલોક માટે આચાર ન પાળે. (૩) કીર્તિ, વર્ણ, શબ્દ, શ્લોકને માટે આચાર ન પાળે. (૪) અરિહંતસંબંધી હેતુઓ વિના અન્ય હેતુથી આચારને ન પાળે. આ ચોથું પદ છે. આમાં શ્લોક છે. જિનવચનરત, અતિતિણ, પ્રતિપૂર્ણ, અત્યંત આયતાર્થી, આચારસમાધિસંવૃત, દાત્ત, ભાવસંધક હોય.
ટીકાર્થ ચાર પ્રકારની આચારસમાધિ છે. તથા ઉદાહરણનો ઉપન્યાસ કરવા માટે છે. નેહનોwાહિ... વગેરે બધું આચાર એ પ્રમાણે શબ્દભેદથી પૂર્વની જેમ જાણવું. છેક છેલ્લે... “હું આશ્રવરહિત બનું' વગેરે અરિહંતો સંબંધી હેતુઓ વિના અન્ય હેતુઓથી આચારને ન પાળે. પણ એજ હેતુઓ વડે મૂલગુણ અને ઉત્તરગુણરૂપ એવા આચારને નિરીહ થયેલો સાધુ તે રીતે પાળે કે જેથી મોક્ષ જ થાય. આ ચોથું પદ છે.
આચારસમાધિવિષયમાં આ શ્લોક છે...વગેરે પૂર્વની જેમ. તે શ્લોક આ છે –