________________
ચાર પ્રકારની સમાધિ
૫૨૭. (૯) અવ્યક્ત - અગીતાર્થ ગુરુ પાસે જે આલોચના કરવી તે આલોચનાનો દોષ છે. કહ્યું છે કે, “જે અગીતાર્થ પાસે આલોચના કરે તે અવ્યક્ત દોષ છે.”
(૧૦) તત્સવી - જે દોષોની આલોચના કરવાની હોય તે દોષો સેવનારા ગુરુની આગળ આલોચના કરવી તે આલોચનાનો દોષ છે. તેમાં આલોચના કરનારનો ભાવ આવો હોય છે – “આ મારી સમાન દોષવાળા છે એટલે મને મોટું પ્રાયશ્ચિત્ત નહીં આપે.” આ પ્રમાણે જે ખરાબ મનવાળો છે તેણે આપેલી આલોચના તે તત્સવી દોષવાળી છે.”
ગુરુ આલોચનાના આ દસ દોષોને જાણે છે.
સમાધિ એટલે સ્વસ્થતા તે ચાર પ્રકારની છે. તે આ પ્રમાણે – ૧ વિનયસમાધિ, ૨ શ્રુતસમાધિ, ૩ તપસમાધિ અને આચારસમાધિ. આ ચારેયના દરેકના ચાર ભેદ છે. દશવૈકાલિકસૂત્રમાં અને તેની વૃત્તિમાં તેમનું સ્વરૂપ આ રીતે બતાવ્યું છે –
હવે ચોથો ઉદ્દેશો શરૂ કરાય છે. તેમાં સામાન્યથી કહેવાયેલા વિનયની વિશેષતાને દેખાડવાને માટે આ કહે છે કે કૃતં મથા...
સુત્રાર્થ - આયુષ્મનું! મારાવડે સંભળાયું છે – તે ભગવાનવડે આમ કહેવાયું છે કે અહીં ખરેખર સ્થવિર ભગવંતોવડે ચાર વિનયસમાધિસ્થાનો કહેવાયા છે.
પ્રશ્નઃ સ્થવિર ભગવંતોવડે તે ક્યા ચાર વિનયસમાધિસ્થાનો કહેવાયા છે?
ઉત્તર : સ્થવિર ભગવંતોવડે તે આ ચાર વિનયસમાધિસ્થાનો કહેવાયા છે. તે આ પ્રમાણે વિનયસમાધિ, શ્રુતસમાધિ, તપસમાધિ, આચારસમાધિ, તે આ પ્રમાણે વિનયમાં, શ્રુતમાં, તપમાં અને આચારમાં પંડિતો આત્માને નિત્ય જોડે છે, જેઓ જિતેન્દ્રિય હોય છે.
ટીકાર્થ - કૃત...કારતમ્ આ બધું જે પ્રમાણે ષજીવનિકાયમાં કહેલું, તે જ પ્રમાણે જાણવું. રૂદ આ ક્ષેત્રમાં કે આ પ્રવચનમાં, શાસનમાં...વનુ શબ્દ વિશેષ અર્થવાળો છે એ વિશેષ અર્થ એ છે કે માત્ર અહીં નહિ, પણ અન્ય ક્ષેત્રોમાં પણ, અન્યતીર્થકરોનાં પ્રવચનોમાં પણ પરમઐશ્વર્ય વગેરેથી યુક્ત એવા ગણધરોવડે વિનયસમાધિના ભેદ રૂપ ચાર વિનયસમાધિસ્થાનો પ્રરૂપેલા છે. એટલે કે ભગવાનની પાસે સાંભળીને ગ્રન્થ રૂપે રચેલા છે.
તળિ... એના દ્વારા પ્રશ્ન દર્શાવ્યો છે. અમૂનિ... એના દ્વારા ઉત્તર દર્શાવ્યો છે. તથા... એ ઉદાહરણનો ઉપન્યાસ કરવા માટે છે.