________________
અગિયારમી છત્રીસી
હવે અગિયારમી છત્રીસી કહે છે –
શબ્દાર્થ - દશ પ્રકારની પ્રતિસેવા, દશ પ્રકારના શોધિના (આલોચનાના) દોષો અને પ્રત્યેક ચાર પ્રકારની વિનયસમાધિ વગેરે ચાર સમાધિઓને જાણનારા - આમ છત્રીસગુણોવાળા ગુરુ જય પામો. (૧૨)
પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - પ્રતિસેવા એટલે જેનો નિષેધ હોય તેની આચારણા. તે કારણના ભેદથી દસ પ્રકારની છે. તે આ પ્રમાણે - ૧ દર્પથી, ૨ પ્રમાદથી, ૩ અનાભોગથી (ભૂલથી), ૪ ગ્લાનપણામાં (માંદગીમાં), ૫ આપત્તિમાં, ૬ શંકિતમાં, ૭ સહસાકારથી, ૮ ભયથી, ૯ પ્રદ્વેષથી અને ૧૦ વિચારથી. સ્થાનાંગસૂત્રમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે –
‘ગાથાર્થ - પ્રતિસેવા દસ પ્રકારની કહી છે. તે આ પ્રમાણે - ૧ દર્પથી, ૨ પ્રમાદથી, ૩ અનાભોગથી, ૪ રોગમાં, ૫ આપત્તિમાં, ૬ શંકિતમાં, ૭ સહસાકારથી, ૮ ભયથી, ૯ પ્રદ્વેષથી અને ૧૦ વિમર્શથી.
ટીકાર્થ - દર્પ એટલે ઉછળવું વગેરે. ‘દર્પ ઉછળવા વગેરે રૂપ છે.’ એવા વચનથી. તે દર્પથી આગમમાં નિષેધ કરાયેલ જીવહિંસા વગેરે કરવા તે દર્પપ્રતિસેવના. એમ પછીના પદો પણ જાણવા. પ્રમાદ એટલે મજાક, વિકથા વગેરે. ‘પ્રમાદ કંદર્પ વગેરે રૂપ છે.’ એવા વચનથી. અથવા ક૨વા યોગ્ય ક્રિયાઓમાં પ્રયત્ન ન કરવો તે પ્રમાદ. પ્રમાદથી પ્રતિસેવના તે પ્રમાદપ્રતિસેવના. અનાભોગ એટલે વિસ્મરણ. અનાભોગથી પ્રતિસેવના તે અનાભોગપ્રતિસેવના. આ બધાનો સમાહાન્દ્વન્દ્વ સમાસ થાય. આતુર એટલે ગ્લાનની સેવા માટે, અથવા પોતાની માંદગીમાં, અહીં ભાવપ્રત્યયનો (‘ત્વ’નો) લોપ થયો છે. અર્થ આવો છે - ભૂખ, તરસ, રોગ વગેરેથી પીડાયેલો જે કરે તે આતુરપ્રતિસેવના. કહ્યું છે કે, ‘પહેલા-બીજા પરીષહોથી (ભૂખ-તરસથી) પીડાયેલો કે રોગી જેને સેવે તે આતુરપ્રતિસેવના.’ આપત્તિ દ્રવ્ય વગે૨ે ચાર પ્રકારની છે. તેમાં દ્રવ્યઆપત્તિ એટલે અચિત્ત દ્રવ્ય દુર્લભ હોય, ક્ષેત્રઆપત્તિ એટલે વિહારમાં હોય, કાલઆપત્તિ એટલે દુકાળ હોય અને ભાવઆપત્તિ