________________
દસ પ્રકારની સામાચારી
૪૯૭ કરવા છતાં પણ કોઈક રીતે અતિચાર લાગે તો મિથ્યાદુકૃત (મિચ્છામિદુક્કડમ્) કરવું જોઈએ. તેથી ઇચ્છાકાર પછી મિથ્યાકાર સામાચારી કહી. મોટા અપરાધની ગુરુ પાસે આલોચના કરે છતે ગુરુનું વચન “તહત્તિ કહીને સ્વીકારવું જોઈએ. માટે મિથ્થાકાર પછી તથાકાર સામાચારી કહી. ‘તહત્તિ' કહીને બધા કાર્યોમાં ઉદ્યમ કરવો જોઈએ. માટે તથાકાર પછી અભ્યત્થાન સામાચારી કહી. ઉદ્યમવાળાએ જ્ઞાન વગેરે માટે બીજા ગણમાં જઈને પણ ઉપસંપદા ગ્રહણ કરવી જોઈએ. માટે અભ્યત્થાન પછી ઉપસંપદા સામાચારી કહી. આ સાધુઓની દસ અંગવાળી સામાચારી કહી છે. (૨, ૩, ૪).
આ સામાચારીને જ વિષયના વિભાગથી બતાવવા માટે કહે છે –
તેવા પ્રકારના કારણે બહાર જવામાં આવશ્યકી કરવી. અવશ્ય કરવા યોગ્ય કાર્યોમાં થનારી તે આવશ્યકી. ઉપાશ્રય વગેરે સ્થાનમાં પ્રવેશતા ગમન વગેરેના નિષેધરૂપ નૈષેબિકી કરવી. પોતે કોઈ પણ કાર્ય કરવાનું હોય તેમાં “હું આ કરું કે નહીં?' વગેરે રૂપ આપ્રચ્છના કરવી. બીજાનું કાર્ય કરવાનું હોય ત્યારે પ્રતિપ્રચ્છના કરવી. ગુરુએ કહેલું હોવા છતાં પણ ફરી કાર્ય કરતી વખતે અવશ્ય ગુરુને પૂછે. અહીં પોતાનું કાર્ય અને બીજાનું કાર્ય એ તો ઉપલક્ષણ છે. તેથી સામાન્યથી પોતાના કે બીજાના બધા કાર્યોમાં પહેલા ગુરુને પૂછવું તે આપૃચ્છા અને ગુરુએ કહ્યા છતાં પણ કાર્ય કરતી વખતે ફરી ગુરુને પૂછવું તે પ્રતિપૃચ્છા જાણવી. નિયુક્તિકારે કહ્યું છે – “કાર્ય આવે ત્યારે આપ્રચ્છના કરાય છે. પૂર્વે કહ્યું હોય તેણે પ્રતિપ્રચ્છના કરવી.” (૫).
પૂર્વે વહોરીને લાવેલા વિશેષ દ્રવ્ય વડે બાકીના સાધુઓને નિમંત્રણ કરવું તે છંદના. કહ્યું છે કે, “પૂર્વે ગ્રહણ કરેલા વડે છંદના થાય છે. પોતાને કે બીજાને કાર્યમાં પ્રવર્તાવવા ઇચ્છાકાર કરવો. ઇચ્છાકાર એટલે પોતાની ઈચ્છાથી તે તે કાર્ય કરીને બળાત્કારથી નહીં. પોતાનું કાર્યમાં પ્રવર્તાવવામાં ઈચ્છકાર આ પ્રમાણે કરવો - ‘આપની ઇચ્છા હોય તો આપના વડે કરવા ઈચ્છાયેલ આ કાર્ય હું કરું.” બીજાને કાર્યમાં પ્રવર્તાવવામાં ઈચ્છાકાર આ પ્રમાણે કરવો – ‘તમારી ઇચ્છા હોય તો મારા પાત્રાને રંગવા વગેરે કાર્ય કરો.” ખોટું આચરણ થવા પર ધિક્કાર થાઓ, મેં આ ખોટું કર્યું” વગેરે બોલવારૂપ પોતાની નિંદા કરવામાં મિથ્યાકાર કરવો એટલે કે “આ ખોટું છે” એમ સ્વીકારવું. ગુરુ વાચના વગેરે આપતા હોય ત્યારે “આ પ્રમાણે જ આ છે” એવો સ્વીકાર કરવાનો હોય. ત્યારે તથાકાર કરવો એટલે કે “આ આમ જ છે એમ સ્વીકારવું. (૬)
ગૌરવને યોગ્ય એવા આચાર્ય, ગ્લાન વગેરેની યોગ્ય આહાર વગેરે લાવી આપવારૂપ પૂજા કરવાની હોય ત્યારે અભ્યત્યાન કરવું એટલે કે ઉદ્યમ કરવો. અહીં સામાન્ય રીતે કહેવા