________________
દસ પ્રકારની સામાચારી
૪૯૯ નિર્યુક્તિમાં કહ્યું છે કે “ત્યાં જે ભાત-પાણીની બરાબર આલોચના ન કરી હોય તે માટે અથવા એષણા-અનેષણા માટે કાઉસ્સગ્ન કરવો. તેમાં આઠ શ્વાસોચ્છવાસ ચિંતવવા અથવા અનુગ્રહ વગેરે ચિંતવવો.” દશવૈકાલિકમાં તો આ કાઉસ્સગ્નમાં ચિતવવા ‘મો નહિં
સવજ્ઞા’ ગાથા કહી છે. કાઉસ્સગ્ગ પારી લોગસ્સ કહેવો. . (૬) ભોજન:- તે પછી થાક વગેરે દૂર કરવા માટે એક મુહૂર્ત (૪૮ મિનિટ), સાધુ બેસીને સ્વાધ્યાય કરે. પછી સાગારિક એટલે ગૃહસ્થ વગરના સ્થાને રાગ-દ્વેષ વગર નવકાર ગણી “રજા આપો, વાપરું છું.” બોલી ગુરુની રજાપૂર્વક ઘા ઉપર લગાવાતા લેપની જેમ ભોજન કરે.
(૭) પાત્રોવન - ભોજન કર્યા પછી ચોખ્ખા પાણી વડે પાત્રાને શાસ્ત્રપ્રસિદ્ધ ત્રણ કલ્પ કરવાપૂર્વક ધુવે. એટલે ત્રણ વખત પાત્રાને ચોખ્ખા પાણી વડે ધુવે. તે પછી એકાસણાનું પચ્ચકખાણ હોવા છતાં પણ અપ્રમત્તભાવ માટે અને “સાગારિયાગારેણં, ગુરુઅભુટ્ટાણેણે આઉટણપસારેણં, પારિઢાવણિયાગારેણં” આ પહેલા લીધેલ આગારોને સંક્ષેપવા માટે પચ્ચખ્ખાણ કરે.
(૮) વિચાર :- વિચાર એટલે સંજ્ઞા યાને ઠલ્લે વગેરે જવું છે. આના માટે આગળ કહેવાતી વિધિપૂર્વક બહાર જઈ સંજ્ઞાનું વિસર્જન કરે.
(૯) ઘંડિલ - અંડિલભૂમિ એટલે બીજાને પીડા ન થાય એવી અચિત્ત ભૂમિનો ભાગ. તે જઘન્યથી તિચ્છ એક હાથ પ્રમાણની હોય છે. તેની પડિલેહણા કરે. તે અંડિલભૂમિ સત્તાવીશ (૨૭) પ્રકારે છે. તે આ પ્રમાણે – કાયિકી એટલે માત્રુ માટે વસતિમાં છ અંડિલો અને બહારના ભાગે છ અંડિલો એમ બંને મળી બાર થયા. એ પ્રમાણે ઉચ્ચાર એટલે ઠલ્લે જવા માટે પણ બાર એટલે કુલ ચોવીસ અંડિલભૂમિ થઈ. એમાં કાળગ્રહણની ત્રણ ચંડિલભૂમિ ઉમેરતા સત્તાવીશ (૨૭) થાય.
(૧૦) આવશ્યક - પૂર્વોક્ત વિધિપૂર્વક આવશ્યક એટલે પ્રતિક્રમણ કરે. આદિ શબ્દથી કાળગ્રહણ વગેરે લેવું.
એમ આ અન્ય પ્રકારે પણ દશ પ્રકારની દરરોજની સામાચારી સંક્ષેપમાં વર્ણવી. વિસ્તારથી તો પંચવસ્તુકના બીજા દ્વારથી જાણી લેવી. (૭૬૮) (સટીક પ્રવચનસારોદ્ધારના મુનિશ્રી અમિતયશવિજયજી મ. કૃત ભાષાંતરમાંથી સાભાર)
ગુરુનું મન દસ પ્રકારની સામાચારીના પાલનમાં લીન હોય છે.
ચિત્તસમાધિ એટલે મનની સમાધિ. સ્થાન એટલે આશ્રય. મનની સમાધિના આશ્રયો એટલે ચિત્તસમાધિસ્થાનો. તે દસ પ્રકારના છે. તે આ પ્રમાણે – ૧ સ્ત્રી, પશુ