________________
૪૯૮
દસ પ્રકારની સામાચારી છતાં પણ નિમંત્રણારૂપ અભ્યસ્થાન જ લેવું. માટે જ નિર્યુક્તિકારે આ અભ્યસ્થાન સામાચારીના સ્થાને નિમંત્રણા સામાચારી જ કહી છે. બીજા આચાર્ય વગેરે પાસે રહેવામાં
આટલો કાળ હું આપની પાસે રહીશ” એ પ્રમાણે ઉપસંપન્સામાચારી કરવી. આમ દશપ્રકારની સામાચારી કહી. (૭)
અથવા દસ પ્રકારની સામાચારી આ પ્રમાણે જાણવી – ૧ પ્રતિલેખના, ૨ પ્રમાર્જના, ૩ ભિક્ષા, ૪ ઈર્યાપથિકી, ૫ આલોચના, ૬ ભોજન, ૭ પાત્રા ધોવા, ૮ વિચાર, ૯ સ્પંડિલ અને ૧૦ આવશ્યક. પ્રવચનસારોદ્ધારમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે -
ગાથાર્થ - (૧) પ્રતિલેખના, (૨) પ્રમાર્જના, (૩) ભિક્ષાચર્યા, (૪) ઈર્યાપથિકી, (૫) આલોચના, (૬) ભોજન, (૭) પાત્ર ધોવન, (૮) સંજ્ઞાત્યાગ સ્વરૂપ વિચાર, (૯) અંડિલ, (૧૦) આવશ્યક, એમ અન્ય પ્રકારે દશ સામાચારી છે.
ટીકાર્થ - (૧) પ્રતિલેખના :- વસ્ત્ર-પાત્ર વગેરેનું સવારે અને સાંજે પડિલેહણ કરવું. (૨) પ્રમાર્જના - વસતિ એટલે ઉપાશ્રયની સવારે-સાંજે પ્રમાર્જના કરવી-કાજો લેવો.
(૩) ભિક્ષાચર્યા :- માત્રુ વગેરે શરીર ચિતા ટાળી, પાત્રા લઈ આવસહિ કહી ઉપાશ્રયમાંથી નીકળી, આહાર વગેરેમાં મૂચ્છ કર્યા વગર આહાર ગ્રહણની એષણામાં સારી રીતે ઉપયોગપૂર્વક સાધુઓ ભિક્ષા ગ્રહણ કરે.
(૪) ઈર્યાપથિકી - ભિક્ષા લઈ નિસીહિ બોલવાપૂર્વક ઉપાશ્રયમાં પ્રવેશ કરી, નમો ખમાસમણા બોલવારૂપ નમસ્કાર કરી, યોગ્ય જગ્યાએ ચક્ષુદ્વારા જોઈને રજોહરણ વડે પુંજીને ઇરિયાવહિ પડિક્કમે.
(૫) આલોચના:- કાઉસ્સગ્નમાં મુકામમાંથી નીકળી પાછા મુકામમાં આવે ત્યાં સુધી ભિક્ષા માટે ફરતી વખતે, જે પુરકર્મ વગેરે અતિચારો લાગ્યા હોય, તે ગુરુને જણાવવા માટે ચિંતવે. કાઉસ્સગ્ન પારી લોગસ્સ બોલે. લોગસ્સ બોલી ભાવથી ચારિત્રના પરિણામથી યુક્ત સાધુઓ ગુરુ કે ગુરુને માન્ય વડીલ સાધુ ભગવંત આગળ ભાત પાણી જે પ્રમાણે વાટકી વગેરે વાસણ દ્વારા લીધું હોય તે બધુંયે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક આલોચના કરે એટલે જણાવે.
તે પછી જે આહાર-પાણીની આલોચના બરાબર ન કરી હોય તે નિમિત્તે અથવા એષણા-અનેષણા નિમિત્તે કાઉસ્સગ્ન કરે. તે “ઇચ્છામિ પડિક્કમિઉ ગોયરચરિયાએથી લઈ ‘તસ્સ મિચ્છામિ દુક્કડ' સુધી તથા “તસ્સ ઉત્તરીકરણેણંથી “અપ્પાણે વોસરામિ' સુધી કહી કાઉસ્સગ્ન કરે. કાઉસ્સગ્નમાં નવકાર અથવા “ન અહિં ના'' “જો મારી ઉપર સાધુઓ અનુગ્રહ કરે તો હું સંસાર સમુદ્રથી તરેલો થાઉં (તરું).' એમ ચિંતવે. ઓઘ