________________
સોળ પ્રકારના કષાયો
૫૦૫ હળદરના રંગ જેવો સંજવલન લોભ છે. જેમ કપડા ઉપર લાગેલો હળદરનો રંગ સૂર્યના તડકાના સ્પર્શ વગેરેથી જ દૂર થાય છે તેમ સંજવલન લોભ પણ સહેલાઈથી જાય છે. ૧. કપડા પર લાગેલા દીવા વગેરેના ખંજન જેવો પ્રત્યાખ્યાનાવરણ લોભ મુશ્કેલીથી દૂર થાય છે. ૨. કપડા પર લાગેલા ગાઢ કાદવ જેવો અપ્રત્યાખ્યાનાવરણ લોભ ઘણી મુશ્કેલીથી દૂર થાય છે. ૩. કિરમજના રંગથી રંગાયેલ કપડાના રંગ જેવો અનંતાનુબંધી લોભ કોઈ પણ રીતે દૂર કરી શકાતો નથી. ૪. (૨૦)'.
ચાર કષાયોના નુકસાનો અને હણવાના ઉપાયો દશવૈકાલિકસૂત્રમાં અને તેની વૃત્તિમાં આ પ્રમાણે બતાવ્યા છે –
“ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે ય પાપના કારણ હોવાથી પાપને વધારનારા છે. જે કારણથી આવે છે તે કારણથી પોતાના હિતને ઇચ્છનારાએ આ ક્રોધ વગેરે ચાર દોષોને વમવા. એમનું વમન થવા પર બધી સંપત્તિ મળે છે. (૩૭).
ક્રોધ વગેરેનું વમન ન કરવા પર આલોકમાં થનારા અપાયો કહે છે - ક્રોધ પ્રીતિનો નાશ કરે છે, કેમકે ગુસ્સાથી આંધળા થયેલાના વચનથી પ્રીતિનો ઉચ્છેદ થતો દેખાય છે. માન વિનયનો નાશ કરે છે, કેમકે ગર્વથી મૂર્ખાઈને લીધે વિનય ન કરવાનું દેખાય છે. માયા મિત્રોનો નાશ કરે છે, કેમકે માયાવીના મિત્રો દૂર થવાનું દેખાય છે. લોભ બધાનો નાશ કરે છે, કેમકે હકીકતમાં ક્રોધ-માન-માયા પણ લોભ હોવા પર હોય છે. (૩૮)
જે કારણથી આવું છે એ કારણથી શાંતિરૂપ ઉપશમથી ક્રોધને હણવો એટલે ઉદયમાં નહીં આવેલા ક્રોધના ઉદયને અટકાવવો અને ઉદયમાં આવેલા ક્રોધને નિષ્ફળ કરવો. મૃદુતા-નમ્રતાથી માનને જીતવો એટલે ઉદયમાં નહીં આવેલા માનના ઉદયને અટકાવવો અને ઉદયમાં આવેલા માનને નિષ્ફળ કરવો. માયાને સરળતાથી-અશઠતાથી જીતવી, એટલે ઉદયમાં નહીં આવેલ માયાના ઉદયને અટકાવવો અને ઉદયમાં આવેલી માયાને નિષ્ફળ કરવી. એ પ્રમાણે લોભને સંતોષથી-નિઃસ્પૃહતાથી જીતવો, એટલે ઉદયમાં નહીં આવેલા લોભનો ઉદય અટકાવવો અને ઉદયમાં આવેલ લોભને નિષ્ફળ કરવો. (૩૯)
ક્રોધ વગેરેના જ પરલોકના અપાયોને કહે છે – નિગ્રહ નહીં કરાયેલા ક્રોધ અને માન અને વધતા એવા માયા અને લોભ આ ચાર સંપૂર્ણ કષાયો કે કુલેશવાળા કષાયો ફરીથી જન્મ લેવા રૂપ વૃક્ષના તેવા પ્રકારના કર્મરૂપ મૂળીયાને અશુભભાવરૂપ પાણીથી સિંચે છે. (૪૦)
ગુરુ સોળ કષાયોને ત્યજે છે. આમ છત્રીસગુણોના સમૂહથી યુક્ત એવા ગુરુ અજિત નહીં જીતાયેલા) થાઓ. (૧૧)
આમ દશમી છત્રીસી સમાપ્ત થઈ.