________________
સોળ પ્રકારના કષાયો
૫૦૩ કારણ હોવાથી પ્રત્યાખ્યાનાવરણ કષાયોને મનુષ્ય કહ્યા છે અને દેવગતિનું કારણ હોવાથી સંજ્વલન કષાયોને દેવ કહ્યા છે. કહેવાનો ભાવ આવો છે – અનંતાનુબંધી કષાયના ઉદયમાં મરેલો જીવ નરકગતિમાં જ જાય છે, અપ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયમાં મરેલો જીવ તિર્યંચોમાં જ જાય છે, પ્રત્યાખ્યાનાવરણ કષાયોના ઉદયમાં મરેલો જીવ મનુષ્યોમાં જ જાય છે, સંજવલન કષાયોના ઉદયમાં મરેલો જીવ દેવોમાં જ જાય છે. આ જ વાત પચ્ચાનુપૂર્વીથી બીજે પણ કહી છે – “સંજવલન કષાયો, પ્રત્યાખ્યાનાવરણ કષાયો, અપ્રત્યાખ્યાનાવરણ કષાયો અને અનંતાનુબંધી કષાયો ક્રમશઃ એક પક્ષ, ચાર માસ, એક વર્ષ અને યાવજીવ રહેનારા કહ્યા છે અને ક્રમશઃ દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ અને નરકગતિના કારણો જાણવા. (વિશેષાવશ્યકગાથા ૨૯૯૨)” આ પણ વ્યવહારનયને આશ્રયીને કહેવાય છે, નહીંતર અનંતાનુબંધી કષાયના ઉદયવાળા પણ કેટલાક મિથ્યાષ્ટિઓની ઉપરના રૈવેયકોમાં ઉત્પત્તિ સંભળાય છે, પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયવાળા દેશવિરત જીવોની દેવગતિ અને અપ્રત્યાખ્યાનાવરણ કષાયોના ઉદયવાળા સમ્યગુદષ્ટિદેવોની મનુષ્યગતિ થાય છે. ચાર કષાયો ક્રમશઃ સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ અને યથાખ્યાતચારિત્રનો નાશ કરનારા છે. ગાથામાં વિરતિ શબ્દ અણુ અને સર્વ દરેકની સાથે જોડવાથી અણુવિરતિ-દેશવિરતિ અને સર્વવિરતિ શબ્દો બને છે. કહેવાનો ભાવ આવો છે - અનંતાનુબંધી કષાયો સમ્યકત્વનો ઘાત કરનારા છે. શ્રીભદ્રબાહુસ્વામીજીએ કહ્યું છે – “પહેલા સંયોજના કષાયોના ઉદયમાં ભવ્યજીવો પણ અવશ્ય સમ્યગુદર્શનનો લાભ પામતા નથી. (આવશ્યકનિયુક્તિ ગાથા ૧૦૮)” અપ્રત્યાખ્યાનાવરણ કષાયો દેશવિરતિનો ઘાત કરનારા છે, અર્થાત્ સમ્યકત્વનો ઘાત નથી કરતા. શ્રીભદ્રબાહુસ્વામીજીએ કહ્યું છે – “અપ્રત્યાખ્યાન નામના બીજા કષાયોના ઉદયે સમ્યગદર્શનનો લાભ થાય છે, દેશવિરતિને પામતા નથી. (આવશ્યકનિર્યુક્તિ ગાથા ૧૦૯)” પ્રત્યાખ્યાનાવરણ કષાયો તો સર્વવિરતિનો ઘાત કરનારા છે, એટલે દેશવિરતિનો ઘાત નથી કરતા. કહ્યું છે – પ્રત્યાખ્યાનાવરણ નામના ત્રીજા કષાયોના ઉદયમાં દેશવિરતિ પામે, ચારિત્રના લાભને પામતા નથી. (આવશ્યકનિયુક્તિ ગાથા ૧૧૦)” સંજવલન કષાયો યથાખ્યાતચારિત્રનો ઘાત કરનારા છે, સામાન્યથી સર્વવિરતિનો ઘાત નથી કરતા. શ્રીભદ્રબાહુસ્વામીજીએ કહ્યું છે – મૂળગુણનો ઘાત કરનારા કષાયોના ઉદયમાં મૂળ લાભ પામતો નથી. સંજવલન કષાયોના ઉદયમાં યથાખ્યાતચારિત્રને પામતા નથી (આવશ્યકનિયુક્તિ ગાથા ૧૧૧)” (૧૮)
હવે પાણીમાં રેખા વગેરે દૃષ્ટાન્ત વડે ક્રોધ વગેરે કષાયોનું કંઈક વધુ વિશેષસ્વરૂપ કહેવાની ઇચ્છાવાળા કહે છે –
પાણી, રેતી, પૃથ્વી અને પર્વતની ફાટ જેવો ચાર પ્રકારનો ક્રોધ છે. નેતરની લતા,