________________
નવ પ્રકારના નિયાણા
ધર્મસંગ્રહની ૯૮મી ગાથાની વૃત્તિમાં કહ્યું છે - ‘ભોગ વગેરેની પ્રાર્થનારૂપ પાપી નિયાણા નવ છે. તે આ પ્રમાણે - ‘રાજા ૧ શેઠ ૨ સ્ત્રી ૩ પુરુષ ૪ ૫૨પ્રવીચારી ૫ સ્વપ્રવીચારી ૬ અલ્પકામક્રીડાવાળો દેવ ૭ દરિદ્ર ૮ શ્રાવક ૯ થાઉં – એ નવ નિયાણા છે.'
-
૪૭૦
નવ નિયાણાનું સ્વરૂપ પાક્ષિકસૂત્રની વૃત્તિમાંથી આ પ્રમાણે જાણવું -
‘પાપના કારણભૂત એવા નવ નિયાણાને છોડતો. નિયાણું એટલે ભોગ વગેરેની પ્રાર્થના. નવ નિયાણાનું સંક્ષેપમાં સ્વરૂપ આ પ્રમાણે છે - (૧) સાધુ કે સાધ્વી નિયાણું કરે - સાક્ષાત્ દેવો કે દેવલોકો મને દેખાતા નથી. મોટી ઋદ્ધિવાળા આ રાજાઓ જ દેવો છે. તેથી જો આ તપ, નિયમ અને બ્રહ્મચર્યનું ફળ હોય તો હું ભવિષ્યમાં રાજા થઈને ઉદાર (ઘણા) એવા મનુષ્યના ભોગોને ભોગવતો વિચરું. પછી નિયાણું કરીને દેવલોકમાં જાય. ત્યાંથી અવીને નિયાણાને અનુરૂપ સ્થાનમાં જન્મેલા તેને કોઈ સાધુ વગેરે ધર્મ કહે ? હા, કહે. તે ધર્મ સ્વીકારે ? ના, આ વાત સમર્થ નથી, એટલે કે તે ધર્મ ન સ્વીકારે, કેમકે તે દુર્લભબોધિ બને છે. (૨) ધર્મ સાંભળીને દીક્ષિત થયેલા કેટલાક પરીષહોથી કંટાળેલા સાધુઓ વિચારે છે
રાજા ઘણી ચિંતાવાળો ઘણી પ્રવૃત્તિવાળો હોય છે. તેથી જે આ વૈભવવાળા ઉગ્ર વગેરે કુલના શ્રેષ્ઠિપુત્રો છે તેમને જોઈને નિયાણું કરે, જો આ તપ, નિયમ અને બ્રહ્મચર્યવાસનું ફળ હોય તો હું વૈભવવાળો ઉગ્ર વગેરે કુળનો શ્રેષ્ઠિપુત્ર થાઉં. પછી દેવલોકમાંથી પાછો આવીને ઉગ્ર વગેરે કુળમાં જન્મેલો તે નિયાણાને અનુરૂપ ભોગોને ભોગવતો વિચરે છે. તેને ધર્મ કહેવા છતાં પણ તે ધર્મને સ્વીકારતો નથી યાવત્ દુર્લભબોધિ થાય છે. એ પ્રમાણે સાધ્વી પણ નિયાણું કરે. (૩) સાધુ નિયાણું કરે – પુરુષને ઘણી પ્રવૃત્તિ હોય છે અને તે યુદ્ધ વગેરેમાં મુશ્કેલ કાર્ય કરનાર છે. તેથી મારે પુરુષપણાથી સર્યું. બીજા જન્મમાં હું સ્ત્રી થાઉં. એ પણ નિયાણાને અનુરૂપ ઉત્પન્ન થાય, ધર્મ ન સ્વીકારે અને દુર્લભબોધિ થાય. (૪) સાધ્વી પણ ઉગ્ર કુળના શ્રેષ્ઠિપુત્રને જોઈને નિયાણું કરે - સ્ત્રી અસમર્થ હોય છે. સ્ત્રી બીજા ગામ વગેરેમાં એકલી જાય તો બધા તેણીને હેરાન કરે. સ્ત્રી નિંદાનું સ્થાન છે અને હંમેશા પરાધીન છે. એથી હું બીજા જન્મમાં ઉગ્ર વગેરે કુળનો શ્રેષ્ઠિપુત્ર થાઉં. તે પ્રમાણે જ થાય છે. તે ધર્મ સ્વીકારતો નથી. તે દુર્લભબોધિ થાય છે. (૫) સાધુ કે સાધ્વી વિચારે - આ મનુષ્યના કામભોગો મૂત્ર, વિષ્ટા, વમન, પિત્ત, શ્લેષ્મ, વીર્ય વગેરેને ઝરનારા છે. જે આ દેવો બીજા દેવને કે દેવીને કે પોતાને દેવ-દેવીરૂપે વિકુર્તીને મૈથુન સેવે છે એ સારુ છે. તો હું પણ દેવ થાઉં. તે પ્રમાણે જ થાય છે. ત્યાંથી ચ્યવીને પુરુષ થયેલો તે કહેવાતા ધર્મને સાંભળે પણ શ્રદ્ધા ન કરે. (૬) સાધુ કે સાધ્વી નિયાણું કરે - મનુષ્યોના ભોગો અશુભ છે, જે દેવલોકોમાં દેવો બીજા દેવ કે દેવી સાથે મૈથુન સેવતા નથી, પણ પોતાને જ દેવ-દેવી રૂપે વિકુર્તીને મૈથુન સેવે છે એ સારુ છે. તો હું પણ તે (દેવો)માં થાઉં. તેમ જ ત્યાંથી ચ્યવેલાને કોઈ ધર્મ
-