________________
દસ પ્રકારના સંક્લેશ
૪૭૯
સંક્લેશ, ૯ દર્શનનો સંક્લેશ અને ૧૦ ચારિત્રનો સંક્લેશ. પાક્ષિકસૂત્રની વૃત્તિમાં કહ્યું
છે -
‘સંક્લેશ એટલે અસમાધિ. દસ પ્રકારના સંક્લેશને ‘વર્જતો’ વગેરે પૂર્વેની જેમ જાણવું. દસ પ્રકારનો સંક્લેશ આ પ્રમાણે છે -
(૧) ઉપિધસંક્લેશ - જેનાથી સંયમને કે સંયમપ્રધાન શરીરને ટેકો મળે તે વસ્ત્ર વગેરેને ઉપધિ કહેવાય. ઉપધિસંબંધી સંક્લેશ તે ઉપિધસંક્લેશ.
(૨) ઉપાશ્રયસંક્લેશ - ઉપાશ્રય એટલે વસતિ એટલે સાધુને રહેવાનું સ્થાન. સારા, ખરાબ વગેરે ઉપાશ્રય સંબંધી અસમાધિ થાય તે ઉપાશ્રયસંક્લેશ.
(૩) કષાયસંક્લેશ – કષાયોરૂપી સંક્લેશ અથવા કષાયો વડે સંક્લેશ તે કષાયસંક્લેશ. (૪) ભક્તપાનસંફ્લેશ - આહાર-પાણી સંબંધી સંક્લેશ તે ભક્તપાનસંક્લેશ.
(૫) મનસંક્લેશ - મનથી થતો સંક્લેશ તે મનસંક્લેશ.
(૬) વાસંશ્ર્લેશ - વાણીથી થતો સંક્લેશ તે વાર્ક્સક્લેશ.
(૭) કાયસંક્લેશ - કાયાને આશ્રયીને થતો સંક્લેશ તે કાયસંક્લેશ.
(૮) જ્ઞાનસંશ્ર્લેશ - જ્ઞાનની અવિશુદ્ધિ એટલે મિલનતા તે જ્ઞાનસંક્લેશ. (૯) દર્શનસંક્લેશ - દર્શનની અવિશુદ્ધિ એટલે મલિનતા તે દર્શનસંક્લેશ. (૧૦) ચારિત્રસંક્લેશ - ચારિત્રની અવિશુદ્ધિ એટલે મલિનતા તે ચારિત્રસંક્લેશ.
હણે તે ઉપઘાત. તે દસ પ્રકારનો છે. તે આ પ્રમાણે - ૧ ઉદ્ગમનો ઉપઘાત, ૨ ઉત્પાદનાનો ઉપઘાત, ૩ એષણાનો ઉપઘાત, ૪ પરિકર્મનો ઉપઘાત, ૫ પરિહરણનો ઉપઘાત, ૬ જ્ઞાનનો ઉપઘાત, ૭ દર્શનનો ઉપઘાત, ૮ ચારિત્રનો ઉપઘાત, ૯ અપ્રીતિકનો ઉપઘાત અને ૧૦ સંરક્ષણનો ઉપઘાત. પાક્ષિકસૂત્રમાં અને તેની વૃત્તિમાં કહ્યું
-
‘દસ પ્રકારના ઉપઘાતને, અસંવરને અને સંક્લેશને વર્જતો અને ગુપ્તિથી ગુપ્ત એવો હું પાંચ મહાવ્રતોની રક્ષા કરું છું. નજીકથી હણવું તે ઉપઘાત. તે ઉદ્ગમઉપઘાત વગેરે દશ પ્રકારનો છે. તેને વર્જતો. દસ પ્રકારના ઉપઘાત આ પ્રમાણે છે –
(૧) ઉદ્ગમોપઘાત - આધાકર્મ વગેરે સોળ પ્રકારના ઉદ્ગમના દોષો વડે ચારિત્રની