________________
હાસ્ય વગેરે છ
૪૮૧
અતિ એટલે અપ્રીતિ, ભય એટલે ત્રાસ, શોક એટલે ઉદાસીનતા, જુગુપ્સા એટલે દુર્ગંછા. હાસ્ય વગેરેનું સ્વરૂપ પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં આ પ્રમાણે કહ્યું છે -
‘હાસ્ય એટલે વિસ્મય વગેરેમાં મોઢુ વિકસાવવું, રતિ એટલે અસંયમમાં પ્રીતિ, અતિ એટલે સંયમમાં અપ્રીતિ, કહ્યું છે કે, ‘અરતિ સંયમમાં હોય અને રતિ અસંયમમાં હોય,' ભય આલોકભય વગેરે સાત પ્રકારે છે, શોક એટલે ઇષ્ટના વિયોગથી થતું માનસિક દુઃખ, જુગુપ્સા એટલે અસ્નાન વગેરેના કારણે મલિન શરીરવાળા મુનિની હીલના કરવી, કહ્યું છે કે, ‘અસ્નાન વગેરેથી સાધુની દુર્ગંછા કરે તે જુગુપ્સા.” (૭૨૧ મી ગાથાના વૃત્તિ)
ગુરુ હાસ્ય વગેરે છથી મુકાયેલા છે.
આમ છત્રીસ ગુણોની સંપત્તિથી યુક્ત એવા ગુરુ વિજય પામો. (૧૦) આમ નવમી છત્રીસી પૂર્ણ થઈ.
+
+
जोन हिंसइ सो धम्मो, जो न भुंजइ सो तवो । जो न लुब्भइ सो साहू, जो न रूसइ सो मुणी ॥
જે હિંસા નથી કરતો તે ધર્મ છે, જે જમતો નથી તે તપ છે, જે લોભાતો નથી તે સાધુ છે, જે ગુસ્સે નથી થતો તે મુનિ છે.
न य मुंडिएण समणो, न ओंकारेण बंभणो ।
न मुणीरन्नवासेण, कुसचीरेण न तावसो ॥
મુંડન કરાવવાથી શ્રમણ નથી થવાતું, ૐકારનો જાપ કરવાથી બ્રાહ્મણ નથી થવાતું, જંગલમાં રહેવાથી મુનિ નથી થવાતું, ઘાસના વસ્ત્રથી તાપસ નથી થવાતું.
तवेण तावसो होई, बंभचेरेण बंभणो ।
पावाइं परिहरंतो, परिव्वाओ त्ति वुच्चइ ॥
તપ કરવાથી તાપસ થાય છે, બ્રહ્મચર્યનું પાલન કરવાથી બ્રાહ્મણ થાય છે, પાપોનો ત્યાગ કરતો પરિવ્રાજક એ પ્રમાણે કહેવાય છે.