________________
નવમી છત્રીસી હવે નવમી છત્રીસી કહે છે –
શબ્દાર્થ - હંમેશા દસ ભેટવાળા અસંવર, દસ ભેટવાળા સંકુલેશ અને દસ ભેટવાળા ઉપઘાત રહિત તથા હાસ્ય વગેરે છ થી રહિત – આમ છત્રીસગુણોવાળા ગુરુ જય પામો. (૧૦)
પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - સંવર એટલે આમ્રવનો નિરોધ. તત્ત્વાર્થાધિગમસૂત્રમાં કહ્યું છે - “આમ્રવનો નિરોધ એ સંવર છે. (૯/૧)'
સંવરનો અભાવ તે અસંવર, એટલે કે કર્મોને ગ્રહણ કરવામાં કારણભૂત એવો આત્માનો પરિણામ. તે દશ પ્રકારનો છે. તે આ પ્રમાણે – ૧-૫ પાંચ ઇન્દ્રિયોનો અસંવર, ૬-૮ ત્રણ યોગોનો અસંવર, ૯ ઔધિક ઉપધિનો અસંવર અને ૧૦ ઔપગ્રહિક ઉપધિનો અસંવર. પાકિસૂત્રની વૃત્તિમાં કહ્યું છે –
‘ઢાંકવું તે સંવર. સંવરનો અભાવ તે અસંવર. તે દશ પ્રકારનો છે. તે આ પ્રમાણેશ્રોત્રેન્દ્રિયના સારા-ખરાબ વિષયોમાં રાગ-દ્વેષપૂર્વક પ્રવર્તવું તે શ્રોત્રેન્દ્રિયનો અસંવર. એ જ રીતે ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયના અસંવરો પણ કહેવા. અકુશળ એવા મનનો નિગ્રહ ન કરવો તે મનનો અસંવર છે. એ પ્રમાણે વાણીનો અસંવર અને કાયાનો અસંવર પણ સમજવા. અનિયત અને અકથ્ય વસ્ત્ર વગેરે રૂપ ઉપકરણને ગ્રહણ કરવા તે ઉપકરણનો અસંવર. અથવા છુટા છુટા રહેલ વસ્ત્ર વગેરે ઉપકરણને ભેગા ન કરવા તે ઉપકરણ અસંવર. આ અસંવર ઔધિક ઉપકરણોની અપેક્ષાએ સમજવો. શરીરને ઈજા કરનાર સોય, ઘાસની અણી વગેરેને ખુલ્લા રાખવા તે સૂચિકુશાગ્રનો અસંવર. ઉપલક્ષણથી ઔપગ્રહિક ઉપકરણોનો અસંવર પણ જાણવો.”
સંકુલેશ એટલે મનની અવિશુદ્ધિ. તે વિષયના ભેદથી દસ પ્રકારે છે. તે આ પ્રમાણે - ૧ ઉપધિનો સંકલેશ, ૨ વસતિનો સંક્લેશ, ૩ કષાયનો સંકલેશ, ૪ આહારનો સંકલેશ, ૫ મનનો સંકલેશ, ૬ વચનનો સંકલેશ, ૭ કાયાનો સંકલેશ, ૮ જ્ઞાનનો