________________
નવ પ્રકારના નિયાણા
૪૭૧ કહે તો તે સાંભળે પણ શ્રદ્ધા ન કરે. ફરક એટલો કે જંગલના સાધુ (તાપસ) થઈને તેવા પ્રકારની વિરતિ વિનાનો, બીજાનો નાશ કરનારા શાસ્ત્રોનો ઉપદેશ આપવામાં તત્પર, સ્ત્રી અને કામમાં મૂચ્છિત થયેલો તે મરીને અસુરોમાં કિલ્બિષિક તરીકે ઉત્પન્ન થઈને અવીને વારંવાર ઘેટા-બકરા તરીકે ઉત્પન્ન થાય છે અને દુર્લભબોધિ થાય છે. (૭) દેવસંબંધી અને મનુષ્યસંબંધી કામભોગોથી કંટાળેલ સાધુ કે સાધ્વી નિયાણું કરે, જો આ ધર્મનું ફળ હોય તો જયાં મૈથુન નથી ત્યાં હું ઉત્પન્ન થાઉં, ત્યાં જ ઉત્પન્ન થાય છે, ત્યાંથી આવીને મનુષ્યમાં ઉત્પન્ન થયેલા તેને સાધુ ધર્મ કહે, તે સાંભળે અને શ્રદ્ધા કરે, પણ દેશવિરતિ પણ ન સ્વીકારે, તે સમ્યક્ત્વધારી, જીવ-અજીવને જાણનારો, સુલભબોધિ શ્રાવક થાય છે. (૮). દેવસંબંધી અને મનુષ્ય સંબંધી ભોગોથી કંટાળેલો, ધર્મને ઇચ્છનારો તે વિચારે – અણુવ્રત, ગુણવ્રત વગેરેમાં રહેલા આ ઉગ્ર વગેરે કુળના પુત્રો સાધુઓને વહોરાવતા વિચરે છે. એ સારુ છે. આ પ્રમાણે નિયાણ કરીને દેવોમાં ઉત્પન્ન થઈને ઉગ્ર વગેરે કુળના પુત્રરૂપે થયેલો તે બાર પ્રકારનો શ્રાવકધર્મ સ્વીકારે છે, પણ સાધુધર્મને સ્વીકારતો નથી. (૯) કામભોગથી કંટાળેલા સાધુ કે સાધ્વી નિયાણું કરે – જો મારા તપ, નિયમનું ફળ હોય તો હું દરિદ્રકુળમાં ઉત્પન્ન થાઉં. એમ થવાથી મારો આત્મા સહેલાઈથી (સંસારમાંથી) નીકળી શકશે. આમ નિયાણું કરીને દેવોમાં ઉત્પન્ન થઈને દરિદ્રકુળમાં ઉત્પન્ન થયેલો તે ધર્મ સાંભળીને યાવતુ દિક્ષા લે, પણ મોક્ષ ન પામે.
આમ જાણીને નિયાણું ન કરવું.”
ગુરુ આ નવ નિયાણાઓથી રહિત હોય છે. મૂળ ગાથામાં પદો વિપરીત રીતે મૂક્યા છે તે છત્ત્વનો ભંગ ન થાય એ માટે. - સાધુઓનું એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં સંચરવું તે વિહાર. તે નવ પ્રકારનો છે. તે આ પ્રમાણે - સાધુઓ ચોમાસામાં એક સ્થાનમાં રહે છે. શેષકાળમાં તેઓ આઠ સ્થાનોમાં એક-એક મહિના સુધી રહે છે. તેથી ચોમાસુ પૂરું થયા પછી અને શેષકાળનો દરેક મહિનો પૂરો થઈ ગયા પછી તેમનો વિહાર થાય છે. માટે તેમનો વિહાર નવ પ્રકારનો હોય છે. શાસ્ત્રીયપરિભાષાથી તેને નવકલ્પી વિહાર કહેવાય છે. કલ્પસૂત્રની સુબોધિકા ટીકામાં કહ્યું છે કે --
પહેલા અને છેલ્લા ભગવાનના સાધુઓને માસિકલ્પની મર્યાદા નિયત છે. દુકાળ, અશક્તિ, રોગ વગેરે કારણે એક માસથી વધુ રહેવું પડે તો પણ બીજા પરામાં જવું, બીજા મહોલ્લામાં જવું, બીજા ઉપાશ્રયમાં જવું, છેવટે એ જ ઉપાશ્રયમાં પણ ખૂણા બદલીને પણ પ્રભુની માસકલ્પની આજ્ઞાનું યથાશક્તિ પાલન કરવું, પણ શેષકાળમાં ચોમાસા સિવાયના કાળમાં) એક સ્થાનમાં એક માસથી વધુ ન રહેવું, કેમકે એથી વધારે વખત રહે તો સ્થાન,