________________
૪૭૨
નવકલ્પી વિહાર શ્રાવકો વગેરે પ્રત્યે રાગ થાય, શ્રાવકોમાં સદ્ભાવ ન રહે તો લઘુતા થાય, વગેરે ઘણા દોષો ઊભા થાય. બાવીશ ભગવાનના સાધુઓ સરળ અને બુદ્ધિશાળી હોવાથી તેમને ઉપર કહેલા દોષો લાગતાં નથી. તેથી તેમને માસકલ્પ નિયત નથી. તેઓ તો એકસ્થાને દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી પણ રહે, અથવા કારણ આવી પડે, તો મહિનો પૂરો થતાં પહેલા જ વિહાર પણ કરી જાય.'
ધર્મસંગ્રહમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે -
ગાથાર્થ - ગીતાર્થની નિશ્રાપૂર્વક આગમાનુસારે અપ્રતિબદ્ધ વિહાર કરવો અને મહામુનિઓનાં ચરિત્રો સાંભળવાં તથા પરસ્પર કહેવાં, તે પણ સાપેક્ષયતિધર્મ છે.
ટીકાર્થ - (દ્રવ્ય, ક્ષેત્ર વગેરેના પ્રતિબન્ધથી થનારા) રાગ-દ્વેષાદિ તજીને માસિકલ્પ વગેરેના ક્રમથી અન્ય અન્ય સ્થાને જવારૂપ વિહાર કરવો તે સાપેક્ષયતિધર્મ છે. વિહારને અંગે દ્રવ્યાદિ ચાર નિમિત્તોના ભેદે ચાર પ્રકારનો પ્રતિબન્ધ બાધારૂપ કહ્યો છે. તેમાં દ્રવ્યવિષયમાં એટલે (ભક્તિવાળા) શ્રાવક વગેરેમાં, ક્ષેત્રમાં એટલે (પ્રતિકૂળ) પવનપ્રકાશાદિ રહિત ઉપાશ્રય વગેરેમાં, કાળમાં એટલે (શીતાદિ પરીષહોના હેતુભૂત) શિશિર આદિ ઋતુઓમાં અને ભાવમાં એટલે શરીરપુષ્ટિ વગેરેમાં, એમ અનુકૂળ-પ્રતિકૂળ દ્રવ્યાદિ ચાર પ્રત્યે રાગ-દ્વેષ કરવારૂપ ચાર પ્રકારે પ્રતિબન્ધ સમજવો.
અહીં એમ સમજવું કે, ઉપર્યુક્ત પ્રતિબન્ધથી, અર્થાત્ સુખની લાલચે ઉત્સર્ગ માર્ગે એક માસથી અધિક એક સ્થળે નહિ રહેવું. (અને વિચરવામાં પણ દ્રવ્યાદિનો પ્રતિબન્ધ નહિ કરવો.) તાત્પર્ય કે માસકલ્પ વગેરેના ક્રમથી પણ જે દ્રવ્યાદિમાં પ્રતિબંધ વિનાનો હોય તેનો વિહાર સફળ (સંયમ સાધક) થાય છે. તેથી ઉલટ “અમુક શહેર વગેરે ક્ષેત્રમાં રહીને ઘણા શ્રીમંતોને શ્રાવકો બનાવું અને એવો ઉપદેશ કરું કે મારા વિના તેઓ બીજાના ભક્તો ન બને.' એમ (ભક્તો, આહાર, પાત્ર વગેરે) દ્રવ્યોના પ્રતિબન્ધથી, તથા અમુક ક્ષેત્રમાં પવન રહિત ઉપાશ્રય વગેરે હોવાથી તે ક્ષેત્ર ઈષ્ટ સુખને આપનારું છે, માટે ત્યાં જાઉં એમ ક્ષેત્રના પ્રતિબન્ધથી, તથા “આ (અમુક) ક્ષેત્રમાં અમુક ઋતુ સુખકર (અનુકૂળ) છે, માટે તે ઋતુમાં ત્યાં જાઉં)' એમ કાળના પ્રતિબન્ધથી, તથા “સ્નિગ્ધ (માદક), મધુર વગેરે આહારાદિ મળવાથી મારા શરીરની પુષ્ટિ વગેરે સુખ થાય, અહીં તેવી આહારાદિ પુષ્ટિકર સામગ્રી મળે તેમ નથી (માટે તે મળી શકે ત્યાં વિચરુ)' ઇત્યાદિ ભાવ પ્રતિબન્ધથી ઉગ્ર (લાંબા) વિહાર કરે, એટલું જ નહિ, “એ રીતે ઉગ્ર વિહારથી વિચરતાં લોકો મને ઉગ્રવિહારી અને અમુક સાધુને તો શિથિલ માનશે” ઇત્યાદિ ભાવપ્રતિબંધથી વિચરે તો પણ (સંયમરક્ષાને બદલે પૌદ્ગલિક સુખની ઇચ્છા વગેરે હોવાથી) તેવો શાસ્ત્રાનુસારી માસકલ્પાદિના ક્રમે કરેલો વિહાર પણ કાર્ય (સંયમ) સાધક બનતો નથી જ. માટે એક સ્થળે રહે