________________
નવકલ્પી વિહાર
૪૭૩ કે વિચરે પણ જે સાધુ ઉપર્યુક્ત દ્રવ્યાદિના પ્રતિબન્ધ રહિત હોય તેને જ વિહાર (અથવા ગાઢ કારણે સ્થિરવાસ પણ) શ્રેયસ્કર છે.
કારણે તો ન્યૂનાધિક (એટલે અપૂર્ણ કે અધિક માસકલ્પ પણ કરી શકાય. તે કારણો તરીકે પ્રતિકૂળ) દુષ્ટદ્રવ્યાધિરૂપ દોષો સમજવા. તેમાં જ્યાંનાં આહારપાણી વગેરે દ્રવ્યો શરીરને (કે સંયમને) અનુકૂળ ન હોય તે દ્રવ્યથી પ્રતિકૂળ, સંયમને ઉપકાર ન કરે તેવા ઉપાશ્રયાદિ તે ક્ષેત્રથી પ્રતિકૂળ, દુષ્કાળ વગેરે સમય તે કાળથી પ્રતિકૂળ અને બીમારી કે જ્ઞાનહાનિ થતી (વૃદ્ધિ ન થતી) હોય વગેરે ભાવથી પ્રતિકૂળ. એમ દ્રવ્યાદિની પ્રતિકૂળતારૂપ દોષો સમજવા.
કારણે બાહ્યદષ્ટિએ મા કલ્પાદિ વિહાર ન થઈ શકે ત્યારે પણ ભાવથી ઉપાશ્રય, મહોલ્લો, (શેરી, પોળ વગેરે,) અથવા તે ઉપાશ્રયમાં જ સંથારાની ભૂમિ (ખૂણો) બદલીને પણ એક જ ગામ વગેરેમાં રહેવું પડે તો પણ પ્રતિમાસ સ્થાન બદલવું. પંચવસ્તકમાં પ્રશ્નોત્તરરૂપે કહ્યું છે કે –
પ્રશ્ન - સૂત્રમાં માસકલ્પની મર્યાદા વિનાનો બીજો વિહાર કહેલો નથી, તો અહીં આદિ શબ્દ કેમ કહ્યો? ઉત્તર - તથાવિધિ (જ્ઞાનાદિની વૃદ્ધિ આદિના) પ્રયોજને માસકલ્પ ન્યૂનાધિક પણ કરાય, સંયમના કારણે ન્યૂનાધિક પણ થાય, માટે “આદિ' શબ્દ કહ્યો છે. (૮૯૬)
કહ્યું છે કે – “કાળ વગેરેના દોષથી જો દ્રવ્યથી પરાવર્તન (માસકલ્યાદિ વિહાર) ન કરી શકાય તો પણ છેવટે “સંથારાની ભૂમીને બદલવી વગેરે ભાવથી તો નિયમા વિહાર કરવો જ.” (પ્રવચન સારોદ્ધાર ૭૭૩-૭૭૪).
(સટીક ધર્મસંગ્રહના આ. શ્રીભદ્રંકરસૂરિ મ. કૃત ભાષાંતરમાંથી સાભાર) પંચવસ્તકમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે –
ગાથાર્થ - બધા ભાવોને વિષે પ્રતિબંધ વિના હંમેશા ગુરુના ઉપદેશ મુજબ માસાદિવિહાર વડે ઉચિત વિહાર અવશ્ય કરવો. (૮૯૫)
ટીકાર્થ - ચેતન અને અચેતન બધા ભાવોને વિષે રાગ વિના હંમેશા ગુરુના ઉપદેશથી શાસ્ત્રમાં પ્રસિદ્ધ માસાદિ વિહાર વડે સંઘયણ વગેરેના ઔચિત્ય પૂર્વક અવશ્ય વિહાર કરવો, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. (૮૯૫)
ઓઘનિર્યુક્તિમાં કહ્યું છે -
શ્રમણોની, પક્ષીઓની, ભમરાના કુળોની, ગાયોના કુળોની અને શરદઋતુના વાદળોની વસતિઓ અનિયત હોય છે. (૧૭૩)
સંવેગરંગશાળામાં વિહારના ગુણો આ પ્રમાણે કહ્યા છે –